મા જાનબાઈ


Image result for ખોડિયાર માતા
.       .મા જાનબાઈ    

તાઃ૧૭/૫/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન એ જન્મ જીવનો,જે દેહ થકીજ ઓળખાઇ જાય
કૃપા શ્રી ભોલેનાથની થતા,જાનબાઈને પવિત્રનામ ખોડિયાર મળી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
માડી તમારા દર્શન કરતા જ,કૃપાએ જીવપર આનંદની વર્ષા થઈ જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,જ્યાં મા ખોડિયારની પુંજા પ્રેમથી થાય
અનંત પ્રેમ મળતા માનવદેહને,મળેલદેહ જીવનો જન્મ સફળ કરી જાય
કૃપાની પવિત્રકેડી મળતા જીવને,ભક્તિપ્રેમની પવિત્રરાહ પણમળી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
ઉજ્વળ જીવનનીરાહ પકડી મા જાનબાઇએ,જે કુટુંબ પાવન કરી જાય
અસીમકૃપા મળે પરમાત્માની દેહને,ત્યાં પવિત્ર નામ અવનીએ મેળવાય
ૐ ખં ખોડિયારાય નમઃ નુ સ્મરણ કરતાં,માડી તારી કૃપાની વર્ષા થાય
પ્રદીપ પર માખોડિયારની કૃપા થતાં,ઉજ્વળ જીવનનીજ્યોત પ્રગટી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
========================================================

પવિત્ર કલમકેડી


Mahesh_Raval_1

        ડૉક્ટર મહેશભાઇ અને શ્રીમતી હર્ષાબેન

.                            .પવિત્ર કલમકેડી

તાઃ૧૭/૫/૨૦૧૭                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતીઓનીજ ગાથા છે ઉજ્વળ,ના જગતમાં કોઇથીય અંબાય
પાવનરાહે જીવન જીવતા દુનીયામાં,પવિત્રકર્મે નામના મેળવી જાય
....એવા ડૉક્ટર મહેશભાઈ રાવલ,હ્યુસ્ટનના કલમપ્રેમીઓને પ્રેમ દેવા આવી જાય.
કલમની ઉજ્વળકેડી લઈ ચાલતા,ગઝલ શેર માતાની કૃપાએ લખાય
નામાગણી નાઅપેક્ષાએ જીવતા જ,કલમથી જગતમાં ઓળખાઈ જાય
આનંદની વર્ષા વરસતા કલમપ્રેમીઓ,મહેશભાઈનુ સન્માન કરી જાય
મા સરસ્વતીની અસીમકૃપા છે,જે ગુજરાતીઓના વર્તનથી જ દેખાય
....એવા ડૉક્ટર મહેશભાઈ રાવલ,હ્યુસ્ટનના કલમપ્રેમીઓને પ્રેમ દેવા આવી જાય.
પ્રેમ લઈનેજ આવ્યા હ્યુસ્ટન,જે પકડેલ કલમથી આંગણી ચીંધીં જાય
નિર્મળરાહે જીવન જીવતા,કુટુંબ સહિત કલમપ્રેમીઓ પણ મળી જાય
પ્રદીપને હૈયે આનંદ અનેરો મળીગયો,જ્યાં મહેશભાઈનુ આગમન થાય
મળેલ જીવનનીજ્યોત પ્રગટી,જે ગુજરાતીઓને દુનીયામાં પ્રસરાવી જાય
....એવા ડૉક્ટર મહેશભાઈ રાવલ,હ્યુસ્ટનના કલમપ્રેમીઓને પ્રેમ દેવા આવી જાય.
============================================================
   ગુજરાતના કલમપ્રેમીઓનુ ગૌરવ એવા શ્રી મહેશભાઇ રાવલ હ્યુસ્ટનના
કલમપ્રેમીઓના પ્રેમને સ્વીકારી અહીં પધાર્યા છે જે અમારે માટે ગૌરવ છે.
હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી યાદ રૂપે આ લખાણ સપ્રેમ ભેંટ.

લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓની યાદ.  તાઃ૨૦/૫/૨૦૧૭.