કૃપાનો સંગ


.      .કૃપાનો સંગ 

તાઃ૧૮/૫/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પરમાત્માની કૃપા છે પાવન,જીવનમાં નિર્મળતાનો સંગાથ મળી જાય
સમયને પકડતા પાવનરાહ મળે જીવને,જીવને અનંત શાંંતિ દઈ જાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
મોહને મનથી દુર રાખીને જીવતા,ના અપેક્ષા કોઇ જીવનમાં અથડાય
નિર્મળ જીવનનીરાહ મળતા દેહને,પરમ કર્મનાબંધનનો સાથ મળીજાય
માનવજીવન એજ છે જીવનીકેડી,જે થકી જન્મમરણના બંધન છોડાય
ભક્તિમાર્ગ એ પવિત્રરાહ છે,જે પરમાત્માની કૃપાએ જીવનમાં મેળવાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
અનેક દેહનાબંધન છે જીવને,જે અવનીએ આગમન થતાજ અનુભવાય
કુદરતની આ અસીમ લીલા છે જગત પર,જે જીવને અનેક રૂપે દેખાય
શ્રધ્ધા રાખીને જલાસાંઇની પુંજા કરતા,જીવનમાં સુખ શાંંન્તિ મળી જાય
ના માગણી કોઇ પરમાત્માથી રહે,જે પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
==========================================================