ગણપતિ બાપા


  Image result for ganeshji
.        .ગણપતિ બાપા 

તાઃ૨૩/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા પાર્વતીના પવિત્ર એ સંતાન,જેને ગજાનંદ પણ કહેવાય 
અજબશક્તિશાળી છે અવનીપર,જેને ભાગ્યવિધાતાય કહેવાય 
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય. 
એવા ગણપતિ બાપા મોરીયા,સિધ્ધી વિનાયકથીય ઓળખાય 
અનેક પવિત્રનામ મળેલછે,જે પિતા ભોલેનાથની કૃપા કહેવાય 
માતા પાર્વતીનો અનંત પ્રેમ મળ્યો,ત્યાંજ જગતમાં પુંજન થાય 
રીધ્ધી સીધ્ધીનાએ તારણહાર છે,અનંત શક્તિધારી થઈ જાય 
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય. 
પરમકૃપા મેળવવા પરમાત્માની,શ્રી ગણેશજીને શ્રધ્ધાએ પુંજાય 
દુધઅર્ચના એ શ્રધ્ધાએ કરતાજ,ગજાનંદનુ આગમન થઈ જાય 
મળે આશીર્વાદ ભોલેનાથના જીવને,જ્યાં ગણપતિજી હરખાય 
સુખના સાગરનીલહેર મળતા,મળેલ જન્મ જીવનો સાર્થક થાય 
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય.
=======================================================