માડીના આંગણે


Image result for જય ચામુંડા માતા
.          .માડીના આંગણે

તાઃ૨૪/૫/૨૦૧૭                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા આંગણે આવી,પ્રેમથી વંદન કરૂ હુ સવાર સાંજ
કૃપાનોસાગર મળે માતારો,જીવનમાં નાતકલીફ કોઇ મેળવાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
શરણુ લીધુ મા તારૂ જીવનમાં,શ્રધ્ધાએજ પુંજન અર્ચન થાય
સમયને સમજી ચાલતા ભક્તિરાહે,માડી તારો પ્રેમ મળી જાય
અનંત શાંંન્તિ મળતા જીવનમાં,સતયુગને કળીયુગથીય બચાય
સરળ જીવનમાં નાવ્યાધી અડે,માડી તારા દર્શનનીરાહ જોવાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
સંબંધના બંધન એ કેડી કર્મની,ના કોઇથી જગતમાં છટકાય
નિર્મળ ભાવે તારી ભક્તિ કરતા,માડી તારી કૃપાય મળી જાય
પગે લાગીને પ્રાર્થના કરતા જીવને,અવનીથી બંધન છુટી જાય
પવિત્ર પ્રેમની ગંગા વહે જીવનમાં,માનવજીવન પાવન થઈજાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
=====================================================