જય મેલડી માતા


Image result for meldi maa photo
.     .જય મેલડી માતા 
તાઃ૨૯/૫/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન ભક્તિનો સંગ રાખીને,માતા મેલડીની શ્રધ્ધાએ આરતી થાય
પરમકૃપા માડી તારી મળી પ્રદીપને,જે પવિત્રરાહ મળતાજ સમજાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
ગરબે ધુમતા માડી તારા ભક્તો,પ્રેમ અને શ્રધ્ધાએ પુંજન કરી જાય
તાલીઓના તાલે ધુમતા માડીની,અનંત કૃપાનોઅનુભવથી થઈ જાય
પવિત્ર રાહ મળતા દેહને જીવનમાં,માતા મેલડીના પ્રેમની વર્ષા થાય
અનંત શાંન્તિની પ્રેરણા થતા કૃપાએ,નિર્મળરાહ જીવનેજ મળી જાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
શ્રધ્ધાપ્રેમથી આરતી કરતા માતાની,જીવ પર મા મેલડીની કૃપા થાય
આંગણે આવી મા ભક્તિ સ્વીકારે,એજ સાચી માડીની કૃપા કહેવાય
કરેલ કર્મને પાવનકરે કૃપાએ,જે જીવનમાં સરળરાહ પણ આપી જાય
માડી તારી ભક્તિ નિર્મળતાએ કરતા,ના માગણી કોઇ મને અથડાય
.....એવી અજબકૃપાળુ મા મેલડી,વલાસણથી હ્યુસ્ટનમાં દર્શન આપી જાય.
========================================================

 

શ્રી ભોલેનાથજી


Image result for શ્રી ભોલેનાથ
.     .શ્રી ભોલેનાથજી
તાઃ૨૯/૫/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમ મળે જ્યાં પિતાનો સંતાનને,પાવનજીવનની રાહ મળી જાય
તન,મન,ધનથી શાંન્તિ મળતા,નાકોઇ અપેક્ષા જીવનમાં રખાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
પિતા ભોલેનાથની ભક્તિ શ્રધ્ધાએ કરતા,કૃપાની વર્ષાય થઈ જાય
માતા પાર્વતીને વંદન કરતા,જીવનો મળેલ જન્મ સફળ પણ થાય
કૃપા મળે જ્યાં ગણપતિની,મળેલ દેહની રાહ પણ ઉજવળ થાય
ૐ નમઃ શિવાયના જાપથી,માનવજન્મને પવિત્ર જીવન મળીજાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
અજબ શક્તિશાળી પિતા છે જગતમાં,સાચી ભક્તિએ અનુભવાય
વંદન કરીને દર્શન કરતા,માતાપિતા સંગે પુત્ર ગણપતિય હરખાય
ઉજવળ જીવનની રાહ મળતા જીવને,મળેલ દેહ પાવન થઈ જાય
કૃપા મળે શ્રીભોલેનાથની,અવનીપર જન્મમરણના બંધન છુટી જાય
.....મળે જ્યાં આશિર્વાદ માતાના,ત્યાં સંસ્કારની કેડી સચવાઈ જાય.
=======================================================