સમજણની સાંકળ


.      .સમજણની સાંકળ  

તાઃ૩૦/૫/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને અવનીએ,સ્પર્શે કર્મનીકેડી જીવને અનુભવ થાય
સરળ જીવનની રાહ મળે દેહને,જ્યાં પરમાત્માની પાવન કૃપા થાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
કર્મબંધન જગતપર જીવને સ્પર્શી જાય,ના કોઇથી બંધનથી છુટાય
અનેકદેહ મળે અવનીએ જેદેહથી દેખાય,ને સમજણથી અનુભવાય
વાણી વર્તન અને કર્મ એજ માનવીના,જીવનની રાહને આપી જાય
કુદરતની આલીલા અવનીએ સ્પર્શે,જે ઉંમરના બારણા ખોલી જાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
બાળકને સ્પર્શે માબાપનીકૃપા,જે જીવનના પાયા મજબુત કરી જાય
જુવાનીના માર્ગને પકડવા સંતાને,ભણતરની રાહને સમજીનેજ ચલાય
આજકાલને સમજી ચાલતા,મળેલ દેહની આજકાલને પવિત્ર કરી જાય
પવિત્રરાહને પકડીને જીવવા,નિર્મળ ભક્તિનો સંગ રાખતા કૃપા થાય
......એજ જીવની આવનજાવનની કેડી,જે સમજણની સાંકળથી મેળવાય.
=======================================================