માડીના આંગણે

Image result for જય ચામુંડા માતા
.     .માડીના આંગણે

તાઃ૨૪/૫/૨૦૧૭                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા આંગણે આવી,પ્રેમથી વંદન કરૂ હુ સવાર સાંજ
કૃપાનોસાગર મળે માતારો,જીવનમાં નાતકલીફ કોઇ મેળવાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
શરણુ લીધુ મા તારૂ જીવનમાં,શ્રધ્ધાએજ પુંજન અર્ચન થાય
સમયને સમજી ચાલતા ભક્તિરાહે,માડી તારો પ્રેમ મળી જાય
અનંત શાંંન્તિ મળતા જીવનમાં,સતયુગને કળીયુગથીય બચાય
સરળ જીવનમાં નાવ્યાધી અડે,માડી તારા દર્શનનીરાહ જોવાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
સંબંધના બંધન એ કેડી કર્મની,ના કોઇથી જગતમાં છટકાય
નિર્મળ ભાવે તારી ભક્તિ કરતા,માડી તારી કૃપાય મળી જાય
પગે લાગીને પ્રાર્થના કરતા જીવને,અવનીથી બંધન છુટી જાય
પવિત્ર પ્રેમની ગંગા વહે જીવનમાં,માનવજીવન પાવન થઈજાય
.....મળી મને પાવનરાહ માબાપની કૃપાએ,પવિત્ર જીવન આપી જાય.
=====================================================
Advertisements

ગણપતિ બાપા

 Image result for ganeshji
.    .ગણપતિ બાપા 

તાઃ૨૩/૫/૨૦૧૭     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા પાર્વતીના પવિત્ર એ સંતાન,જેને ગજાનંદ પણ કહેવાય 
અજબશક્તિશાળી છે અવનીપર,જેને ભાગ્યવિધાતાય કહેવાય 
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય. 
એવા ગણપતિ બાપા મોરીયા,સિધ્ધી વિનાયકથીય ઓળખાય 
અનેક પવિત્રનામ મળેલછે,જે પિતા ભોલેનાથની કૃપા કહેવાય 
માતા પાર્વતીનો અનંત પ્રેમ મળ્યો,ત્યાંજ જગતમાં પુંજન થાય 
રીધ્ધી સીધ્ધીનાએ તારણહાર છે,અનંત શક્તિધારી થઈ જાય 
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય. 
પરમકૃપા મેળવવા પરમાત્માની,શ્રી ગણેશજીને શ્રધ્ધાએ પુંજાય 
દુધઅર્ચના એ શ્રધ્ધાએ કરતાજ,ગજાનંદનુ આગમન થઈ જાય 
મળે આશીર્વાદ ભોલેનાથના જીવને,જ્યાં ગણપતિજી હરખાય 
સુખના સાગરનીલહેર મળતા,મળેલ જન્મ જીવનો સાર્થક થાય 
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય.
=======================================================

કરૂણા સાગર

.     .કરૂણા સાગર

તાઃ૨૨/૫/૨૦૧૭     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરૂણાનો સાગર છે અવિનાશી,અવનીએ પરમાત્માજ કહેવાય
જીવને સંબંધછે જન્મમરણના,જે દેહથી થયેલ કર્મથી મેળવાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
પકડેલરાહ જીવને સ્પર્શે અવનીએ,જયાં કૃપા પરમાત્માની થાય
પ્રેમ ભાવના નિખાલસ રાખી જીવતા,નિર્મળ જીવન મળી જાય
અજબ કૃપાળુ પરમાત્મા જગતમાં,જે પ્રેમાળ ભક્તિએ સમજાય
નિર્મળ જીવનથી મળે શાંંન્તિ,જ્યાં સંત જલાસાંઇની દ્રષ્ટિ થાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
જગતમાં દેહનેસ્પર્શે કરેલકર્મ,જે થકી આવન જાવન મળી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,શ્રધ્ધા ભક્તિએ કૃપા મેળવાય
મળેલ જન્મ સાર્થક કરવા,દેહને પરમાત્મા આંગળી ચીંધી જાય
એજ કરૂણાનો સાગર કહેવાય,જે જીવને પાવનરાહે અનુભવાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
====================================================

નિખાલસ સ્નેહ

.     .નિખાલસ સ્નેહ  

તાઃ૨૨/૫/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ જીવનની શીતળકેડી,એ જ જીવની પાવનરાહ કહેવાય
કર્મનીકેડી એ બંધનછે જીવના,પરમાત્માની કૃપાએ અનુભવાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
કુદરતની આ અજબ છે લીલા,જે જગતના બંધનથી સમજાય
કરેલકર્મ અવનીએ જીવનમાં,સરળ જીવનની રાહ આપી જાય
નિર્મળ જીવનની કેડી મળે,જ્યાં શ્રધ્ધાએ માબાપને વંદન થાય
અવનીપરના આગમનનુ બંધન માબાપ છે,જે કર્મથીજ બંધાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
ભક્તિપ્રેમ એ રાહછે જીવની,જે થકી જીવનમાં શ્રધ્ધાએ પુંજાય
મનથી કરેલ નિર્મળકર્મ જીવનમાં,પરમાત્માની કૃપા આપી જાય
સંત જલાસાંઇની મળે કૃપા,જે મળેલ માનવદેહ પાવનકરી જાય
ના અપેક્ષાની કોઇ રાહ અડે,કે ના માગણી કોઇ મનથી થાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
=======================================================

પ્રેમાળરાહ

..Image result for મળતો પ્રેમ..
.      .પ્રેમાળરાહ
તાઃ૧૯/૫/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ જીવનની મહેંક પ્રસરે અવનીએ,જ્યાં પ્રેમાળ રાહનો સંગ મેળવાય
કુદરતની આ અજબછે લીલા,જે દેહ મળેલ જીવને અનુભવ આપી જાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
અવનીપર જન્મમરણ એ છે કર્મના બંધન,જે જીવને દેહ મળતા દેખાય
અનેકદેહ અવનીપર પ્રસરે,જે પશુ પક્ષી પ્રાણી અને માનવ દેહ કહેવાય
કર્મબંધન એ સ્પર્શે માનવીને,જે થકી જીવનુ દેહથી આગમન થઈ જાય
મળે છે દેહને સંબંધ સંબંધીઓનો,જે કરેલ કર્મના બંધનની રાહ કહેવાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
શીતળરાહની કેડી પકડવા અવનીએ,નિર્મળ ભક્તિ અને પાવનપુંજા થાય
અપેક્ષાના વાદળને છોડવા જીવનમાં,શ્રધ્ધાનો સંગ રાખી ભક્તિ પ્રેમે થાય
માનવજીવન એ સંસારનો સંબંધ,જે દેખાવની ભક્તિએ સંતો બતાઈ જાય
નિર્મળરાહ મળે માનવીને ભક્તિએ,જે પ્રેમાળ રાહનો સંગ પણ આપી જાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
==========================================================

કૃપાનો સંગ

.      .કૃપાનો સંગ 

તાઃ૧૮/૫/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પરમાત્માની કૃપા છે પાવન,જીવનમાં નિર્મળતાનો સંગાથ મળી જાય
સમયને પકડતા પાવનરાહ મળે જીવને,જીવને અનંત શાંંતિ દઈ જાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
મોહને મનથી દુર રાખીને જીવતા,ના અપેક્ષા કોઇ જીવનમાં અથડાય
નિર્મળ જીવનનીરાહ મળતા દેહને,પરમ કર્મનાબંધનનો સાથ મળીજાય
માનવજીવન એજ છે જીવનીકેડી,જે થકી જન્મમરણના બંધન છોડાય
ભક્તિમાર્ગ એ પવિત્રરાહ છે,જે પરમાત્માની કૃપાએ જીવનમાં મેળવાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
અનેક દેહનાબંધન છે જીવને,જે અવનીએ આગમન થતાજ અનુભવાય
કુદરતની આ અસીમ લીલા છે જગત પર,જે જીવને અનેક રૂપે દેખાય
શ્રધ્ધા રાખીને જલાસાંઇની પુંજા કરતા,જીવનમાં સુખ શાંંન્તિ મળી જાય
ના માગણી કોઇ પરમાત્માથી રહે,જે પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
==========================================================

મા જાનબાઈ

Image result for ખોડિયાર માતા
.       .મા જાનબાઈ    

તાઃ૧૭/૫/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન એ જન્મ જીવનો,જે દેહ થકીજ ઓળખાઇ જાય
કૃપા શ્રી ભોલેનાથની થતા,જાનબાઈને પવિત્રનામ ખોડિયાર મળી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
માડી તમારા દર્શન કરતા જ,કૃપાએ જીવપર આનંદની વર્ષા થઈ જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,જ્યાં મા ખોડિયારની પુંજા પ્રેમથી થાય
અનંત પ્રેમ મળતા માનવદેહને,મળેલદેહ જીવનો જન્મ સફળ કરી જાય
કૃપાની પવિત્રકેડી મળતા જીવને,ભક્તિપ્રેમની પવિત્રરાહ પણમળી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
ઉજ્વળ જીવનનીરાહ પકડી મા જાનબાઇએ,જે કુટુંબ પાવન કરી જાય
અસીમકૃપા મળે પરમાત્માની દેહને,ત્યાં પવિત્ર નામ અવનીએ મેળવાય
ૐ ખં ખોડિયારાય નમઃ નુ સ્મરણ કરતાં,માડી તારી કૃપાની વર્ષા થાય
પ્રદીપ પર માખોડિયારની કૃપા થતાં,ઉજ્વળ જીવનનીજ્યોત પ્રગટી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
========================================================