. .બંધન જીવના તાઃ૧૮/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પાવન રાહ મળે જીવને,જે મળેલ દેહને શાન્તિ આપી જાય સરળ જીવનની જ્યોત પ્રગટતા,જીવને મળેલજન્મ પાવન થઈ જાય .....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય. પવિત્રકર્મથી જીવનમાં પ્રભુની ભક્તિએ,અજબકૃપાની વર્ષા થઈ જાય મળેલદેહને છે કર્મના બંધન,જે અવનીપર આવન જાવનથી સમજાય કુદરતની આજછે લીલા જગતમાં,જે જીવને જન્મમરણથી સ્પર્શી જાય ના મોહ કે કોઇ માયા સ્પર્શે દેહને,જે જલાસાંઈની કૃપા એજ દેખાય .....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય. નિર્મળ ભાવનાએ જીવન જીવતા,પળે પળ પરમાત્માની દ્ર્ષ્ટિ થઈ જાય વિચારના વાદળ દુર રહેતા જીવનમાં,ના આફત કોઇ જીવને અડી જાય પરમ શાંંતિ મળે જીવને કૃપાએ,જ્યાં સરળપ્રેમ સંબંધીઓનો મળી જાય રામનામની માળા જપતા જીવનમાં,અનંતકૃપાએ જીવને પાવન કરી જાય .....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય. ========================================================
Advertisements
Filed under: પ્રાકૃતિક કાવ્ય |
પ્રતિસાદ આપો