દેવાધીદેવ મહાદેવ


.....Related image.....
.      .દેવાધીદેવ મહાદેવ      

તાઃ૨૧/૭/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ છે પરમાત્મા અવનીએ,જગતમાં એ શ્રધ્ધાભક્તિએ સમજાય
પાવનરાહ મળે છે જીવને કૃપાએ,એજ દેવાધીદેવ મહાદેવ પણ કહેવાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
નિર્મળજીવનની રાહ બતાવે જીવોને,એ જગતમાં ભોલેનાથથી ઓળખાય
ૐ નમઃ શિવાયનુ શ્રધ્ધાએ સ્મરણ કરતા,શક્તિશાળી દેવની કૃપા થાય
પવિત્ર જીવનની રાહ મળે જીવને,જ્યાં દેવાધીદેવ મહાદેવને વંદન કરાય
આવી આંગણે કૃપા કરે મહાદેવ,જીવને ભક્તિની પવિત્ર રાહ મળી જાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
શ્રધ્ધાસંગે દુધનીઅર્ચનાકરતા સોમવારે,શંકરભગવાનની પરમકૃપા થઈજાય
જીવને મળેલ પાવન રાહે જીવતા,સમયની ના કોઇજ આફત અડી જાય
મળે માતાપાર્વતીનો પ્રેમ પ્રદીપને,સંગે ગજાનંદ ગણપતિનીકૃપા પણ થાય
ના અપેક્ષા કદી જીવને અડે,જે મળેલકૃપાએ કુળ પણ પાવન કરી જાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
=============================================================

લાગણીમાગણી


.      .લાગણીમાગણી
તાઃ૨૧/૭/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાગણી માગણી એ જીવનમાં સ્પર્શે દેહને.જગતમાં ના કોઇથી છટકાય
અવનીપરના બંધનથી એજ મળે દેહને,જે અપેક્ષાના વાદળ વર્ષાઇ જાય
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
માનવ દેહને જ્યાં લાગણી સ્પર્શે,ત્યાં મળેલ દેહ તકલીફથી દુર રહી જાય
શાંંતિની કૃપા મળે પરમાત્માની દેહને,જે કુદરતનીજ નિર્મળ કૃપા કહેવાય
ભક્તિ માર્ગને પકડી ચાલતા જીવને,જીવનમાં અદભુત અનુભવ થઈ જાય
એજ સાચી લાગણી મળેલ કહેવાય,જ્યાં નાકદીય કોઇ અભિમાન રખાય
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
અવનીપરના આગમને માનવદેહ મળે,જેને માગણીની અપેક્ષા અડી જાય
જીવનમાં સમયનો સાથ મળેછે દેહને,જે મળેલદેહને સુખદુઃખ આપી જાય
કર્મના સંબંધની આ છે લીલા અવનીએ,જીવનમાં કદી એઆફત દઈજાય
મળેલદેહને સ્પર્શે છે કરેલ કર્મ,જે કળીયુગ કે સતયુગની લીલાજ કહેવાય 
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
=======================================================

વ્હાલા ભઈ


            .વ્હાલા ભઈ

તાઃ૧૯//૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપા લઈ આવ્યા છે વ્હાલા અહીં
બમબમભોલે મહાદેવને હિમાલયથી એ હ્યુસ્ટન લઈને આવ્યા ભઈ
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
નિર્મળ ભાવનાથી એ ભક્તિ કરે છે,ને વિશ્વપિતાનો રાખે છે સંગ
અપેક્ષા મોહને દુર રાખીને જીવનમાં,કલાની પણ કદર કરેછે અહીં
અનેક જીવોનો નિખાલસ પ્રેમ લે,નેસંગે વડીલોના મળે આશિર્વાદ
એવી પાવનરાહના અધિકારી દેહને,પ્રદીપ પણ વંદન કરે છે અહીં
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
કલાની પવિત્ર કેડી પકડીને,અનેક દેહોને કલા આપી રહ્યા છે અહીં
એજ માતા સરસ્વતીની અસીમ  પવિત્રકૃપા,જે કરેલ કર્મથી સહેવાય
લાગણી મોહ કદી ના સ્પર્શે તેમને,એજ પવિત્ર જીવનની રાહ કહેવાય
ભક્તિની પવિત્રકેડી લઈને કલાનીકેડીએ નાટકપણ કરી જાય છે અહીં
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
===========================================================
    હ્યુસ્ટનમાં પરમકૃપાળુ ભોલેનાથની ચીંધેલી રાહે ચાલી પવિત્ર ભક્તિનો માર્ગ
બતાવીને માતા સરસ્વતીની કૃપાએ કલાનીકેડી પકડી અનેક જીવોને પવિત્રમાર્ગ
બતાવી રહેલા શ્રી ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીને પ્રણામ સહિત આ કાવ્ય પવિત્રનાટક
"ગણેશલીલા" નિમીત્તે હ્યુસ્ટનના કલાપ્રેમી તરીકે સપ્રેમ ભેંટ
                      લી પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના અપેક્ષા


.....Image result for .ના અપેક્ષા.....
.     .ના અપેક્ષા 

તાઃ૧૯/૭/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મનો સંબંધ એ દેહને સ્પર્શે,જે જીવને મળેલ દેહથી સમજાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,ના કદી કોઇ અપેક્ષા રખાય
......નિર્મળરાહ એ પાવન કેડી જીવનની.જ્યાં પરમકૃપા મળી જાય.
મળે જીવને સંતાનનો દેહ અવનીએ,જ્યાં માબાપને સંબંધ થાય
ઉજવળ જીવનની રાહમળે,જે વડીલના આશિર્વાદથી મળી જાય
પવિત્રરાહને પારખીને ચાલતા,ના કદીય કોઇ આફત અડી જાય
અનંતકૃપા અવિનાશીની મળે,જે જીવનને પાવન રાહે દોરી જાય
......નિર્મળરાહ એ પાવન કેડી જીવનની.જ્યાં પરમકૃપા મળી જાય.
સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,એ પવિત્રશ્રધ્ધા ભક્તિએ મેળવાય
આશિર્વાદની પવિત્રરાહે જીવને,પવિત્ર કર્મનોસંબંધ પણ થઈ જાય
નિર્મળભક્તિએ જીવન જીવતા,આંગણુ જલાસાંઇ પાવન કરી જાય
અજબ કૃપા છે પરમાત્માની અવનીએ,જીવને અનુભવથી સમજાય
......નિર્મળરાહ એ પાવન કેડી જીવનની.જ્યાં પરમકૃપા મળી જાય.
====================================================

લાકડીનો સંગ


.      .લાકડીનો સંગ  

તાઃ૧૮/૭/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દેહ મળે જીવને જ્યાં માનવીનો,જીવનમાં સમજણના સંગે જીવાય
ક્યારે જરૂર પડશે દેહને અવનીપર,એ સમયનાસંગે સમજણ થાય
.....મળે જીવનમાં સાથ સંબંધીઓનો,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય.
ઉંમર અડેછે દેહને જે સમય આવતા સમજાય,એ પ્રભુકૃપા કહેવાય
મળેલ દેહને કર્મ સ્પર્શે જીવનમાં,જેને પકડીને માનવ દેહથી ચલાય
પકડી લાકડી હાથમાં માનવીએ,જ્યાં પગનીતકલીફે દેહને મળીજાય
નિરાધારનો એજ આધાર બની જાય,જેને પરમાત્માની કૃપા કહેવાય
.....મળે જીવનમાં સાથ સંબંધીઓનો,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય.
જીવ ભટકે જ્યાં અવનીપર,એને ના કોઇ વ્યક્તિથી કદીય જોવાય
પડે દેહ પર જ્યાં એ જીવની દ્રષ્ટિ,દેહને અનેકરીતે એ સ્પર્શી જાય
હાથમાં લીધેલ લાકડી મદદ કરે દેહને,ના રખડતા જીવથી છટકાય
લાકડીનોસંબંધ ફક્ત દેહથી અવનીએ,એકબીજાના દેહને સ્પર્શીજાય
.....મળે જીવનમાં સાથ સંબંધીઓનો,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય.
=========================================================

સુર્યદેવની કૃપા


...Image result for surya mandir borsad...
.            .સુર્યદેવની કૃપા 

તાઃ૧૭/૭/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપાળુ છે અને પ્રત્યક્ષદેવ પણ,જગતપર એ સુર્યનારાયણ જ કહેવાય
અનંતકૃપા અનેક જીવો પર કરે છે,જે તેમની કૃપાનો અનુભવ પણ થાય
.....એજ પ્રત્યક્ષદેવ છે જેમના ઉદયઅસ્તથી,દુનીયાને સવાર સાંજ મળી જાય.
અજબ શક્તિશાળી દેવ છે,જેમના પુત્રોને વંદન કરતા શાંંન્તિ મળી જાય
ના કોઇ અપેક્ષા જીવનમાં રહે જીવને,જે તેમની પરમ કૃપાએ જ મેળવાય
મળેલ દેહને સ્પર્શે છે શ્રધ્ધા સુર્યદેવપર,એજ પાવનરાહ દેહને આપી જાય
અર્ચના કરીને પ્રાર્થના કરવા પ્રત્યક્ષ દેવને,ૐ હ્રીમ સુર્યાય નમઃથી સ્મરાય
.....એજ પ્રત્યક્ષદેવ છે જેમના ઉદયઅસ્તથી,દુનીયાને સવાર સાંજ મળી જાય.
અનેક દેવોની પુજા કરવા જીવનમાં,મંદીર,મસ્જીદ અને ચર્ચમાં ભક્તિ થાય
સવાર સાંજ નાપકડાય એ જગ્યાએ,જ્યાં મુર્તીને પડદાથી ઉઘાડ બંધ કરાય
પ્રત્યક્ષ દર્શન થાય ઉદયથી,ને સુર્યદેવ વિદાય લેતા જગત આખુ સુઈ જાય
એજ શક્તિશાળી દેવ જગતપર,મળેલ દેહને પવિત્રરાહે મુક્તિમાર્ગ દઈ જાય
.....એજ પ્રત્યક્ષદેવ છે જેમના ઉદયઅસ્તથી,દુનીયાને સવાર સાંજ મળી જાય.
===========================================================

આવી શાંંન્તિ


.      .આવી શાંન્તિ
તાઃ૧૬/૭/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના મળેલ દેહને જીવનમાં,અનેક માર્ગનો સંગાથ મળી જાય
કુદરતની અજબ લીલા અવનીએ,મળેલ સંગાથ સુખદુઃખથી સમજાય
......મળે આવીને શાંંન્તિ જીવનમાં,જે નિર્મળ શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
પરમાત્માની કૃપા મળે જીવને,જે મળેલ દેહને અનુભવથી સ્પર્શી જાય
શ્રધ્ધા ભક્તિ કરતા જીવનમાં,મળેલ આગમનને વિદાયએ આપી જાય
દેહના બંધન એ જકડે જીવને,જે જન્મ મરણના બંધનથી જ સમજાય
પાવનરાહે જીવન જીવતા ધરતી પર,અનેક સંબંધથી જીવને દુર રખાય
......મળે આવીને શાંંન્તિ જીવનમાં,જે નિર્મળ શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
મળેલદેહની જ્યોતપ્રગટે અવનીપર,જે અનેકજીવોને પ્રેરણા આપી જાય
સત્કર્મનોસંગાથ રહેતા જીવનમાં,નાઆફત કે તકલીફ આવી મળી જાય
સફળ જીવનની રાહ મળે દેહને,જ્યાં સંત જલાસાંઇની કૃપા થઈ જાય
આંગણે આવીને શાંંતિ મળે જીવનમાં,અનંત શાંંન્તિની વર્ષા થતી જાય
......મળે આવીને શાંંન્તિ જીવનમાં,જે નિર્મળ શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
========================================================