ભગવાનની કૃપા


Image result for સ્વામીનારાયણ
.     .ભગવાનની કૃપા    

તાઃ૧/૭/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમપ્રેમની ગંગા વહેવડાવીને,સંતો હ્યુસ્ટન આવી કૃપા કરી જાય
સ્વામીનારાયણ ભગવાનની કૃપા દેવા,પવિત્રકથા અહીં કરી જાય
....એજ મદનમોહનભાઈની નિર્મળ ભક્તિ,વડતાલ ધામને હ્યુસ્ટન લાવી જાય.
શ્રધ્ધા ભક્તિ સંતોની છે નિર્મળ,જે જીવને પવિત્રરાહ આપી જાય
પરમાત્માનો પ્રેમ દેવા પધાર્યા અહીં,એજ ભક્તોની શ્રધ્ધા કહેવાય
મળેલ દેહને પાવનરાહ મળતા,જીવને મુક્તિમાર્ગની રાહ મળીજાય
પ્રદીપનેપવિત્રરાહ મળી હ્યુસ્ટનમાં,જે મંદીરના નિર્માણથી મેળવાય
....એજ મદનમોહનભાઈની નિર્મળ ભક્તિ,વડતાલ ધામને હ્યુસ્ટન લાવી જાય.
વંદન કરતા આશિર્વાદ મળે દેહને,જે સંતોની નિર્મળકૃપા કહેવાય
ભક્તોના જીવનનેપાવન કરવા,વડતાલથી પધારી રહ્યા છે ભગવાન
પવિત્રભુમી કરવા નિમીત બન્યા મદનભાઈ,જે સંતોની કૃપાકહેવાય
અવનીપરના આગમનને સ્પર્શે સમય,જે નિર્મળભક્તિ એજ છટકાય
....એજ મદનમોહનભાઈની નિર્મળ ભક્તિ,વડતાલ ધામને હ્યુસ્ટન લાવી જાય.
=========================================================
  શ્રી સ્વામીનારાયણ ભગવાનની કૃપા મળતા હ્યુસ્ટનમાં શ્રી મદનમોહનભાઈની
પવિત્ર ભક્તિએ વડતાલ ધામનું મંદીર બની રહ્યુ છે જે તેમની શ્રધ્ધા અને નિર્મળ 
ભક્તિ છે જે અહીંયા વસતા ભક્તોને દર્શન અને ભક્તિની તક મળે તે ભાવનાથી
તે નિમીત બની પવિત્રજીવન જીવી રહ્યા છે જે તેમના કર્મથી દેખાય છે અને તે
પવિત્રયાદ નિમીત્તે આ કાવ્ય સંતના આશિર્વાદ સાથે તેમને ભેંટ આપુ છુ.
લી.પ્રદીપ અને રમા બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી સપ્રેમ ભેંટ તાઃ૧/૭/૨૦૧૭ હ્યુસ્ટન.
============================================================