કુદરતની સાંકળ


....Related image....
.      .કુદરતની સાંકળ 
તાઃ૪/૭/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અંતરનુ અજવાળુ જીવન ઉજવળ કરી જાય,જે અનુભવથી સમજાઇ જાય
મળેલ પ્રેમનીસાંકળે આ જીવનમાં,પાવનકર્મે જીવને સંબંધ નાવળગી જાય
......એ જ કૃપા અવિનાશીની જગતમાં,મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
અનેક સાંકળ છે ધરતી પર,જે સમય સમયે મળેલ દેહને અડતા સમજાય
ભક્તિમાર્ગની પવિત્ર સાંકળ જગત પર,પરમાત્માની એ કૃપા અપાવી જાય
પવિત્ર રાહે સમય સંગે જીવન જીવતા,દેહને ના કોઇ આફત મળતી જાય
નાઅપેક્ષાએ સાથ મળે સંબંધીઓનો,એજ મળેલ દેહને ઉજવળ કરી જાય
......એ જ કૃપા અવિનાશીની જગતમાં,મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
સમયની સાંકળ નાકોઇથી છટકાય,જે જીવનમાં અનુભવથીજ સમજાઇ જાય
મોહમાયાને વિચારીને અડતા જીવનમાં,જલાસાંઇ કૃપાએ પાવનજીવન જીવાય
સમજણની સાંકળ તોછે નિરાળી,જે અનુભવતા જીવ પાવનરાહે દોરાઈ જાય
કળીયુગ સતયુગ એ કુદરતની લીલા,અવનીપર નિખાલસ જીવનથીજ બચાય
......એ જ કૃપા અવિનાશીની જગતમાં,મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.

============================================================