ના પકડાય


.      .ના પકડાય 

તાઃ૫/૭/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરના આગમનને સંબંધ સ્પર્શે,આ જગતમાં નાકોઇથી છટકાય
જીવને મળેલ આ દેહ અવનીએ,જે કર્મની સાંકળથી જ પકડાઈ જાય
....અનેકદેહ મળે જીવને અવનીએ,ફક્ત માનવદેહ મળે જ્યાં સમજીને જીવાય.
કર્મબંધનની સાંકળ છે નિરાળી,જે જીવને ધરતીપર દેહ મળે સમજાય
કુદરતની અજબલીલા છે જગત પર,ના કોઇ જ દેહથી અહીં છટકાય
ગઈકાલ એભુતકાળ કહેવાય,અને આવતીકાલ એ બની જાયછે આજ
નાકોઇથી પકડાય સમયને અવનીએ,કે નાકોઇથી એની સાથે રહેવાય
....અનેકદેહ મળે જીવને અવનીએ,ફક્ત માનવદેહ મળે જ્યાં સમજીને જીવાય.
જગતપર સમયની સાથે ચાલવુ પડે,એ પરમાત્માની કૃપાએ જ સમજાય
મળેલ દેહને સંગ રહે જીવનમાં,જ્યાં દેખાવથી ના કોઇથીય દુર રહેવાય
જન્મમળે જ્યાં જીવને અવનીપર,જેને ઉંમર અડે જેદેહને મૃત્યુથી દેખાય
જીવનેસંબંધ આગમનવિદાયથી મળે,ના કોઇની તાકાત એને પક્ડી જાય
....અનેકદેહ મળે જીવને અવનીએ,ફક્ત માનવદેહ મળે જ્યાં સમજીને જીવાય.
===========================================================