રાહ પ્રેમની


.             .રાહ પ્રેમની

તાઃ૭/૭/૨૦૧૭                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મનાબંધન જન્મથી સ્પર્શે જીવને,જે અવનીપરના આગમને દેખાય
કુદરતની આ લીલા છે જગતપર,માનવદેહ મળતા ઉંમર અડી જાય
.....પાવન જીવનની કેડી મળતા,નિર્મળ જીવન સંગે રાહ પ્રેમની મેળવાય.
મળેલ જીવનની જ્યોતપ્રગટે અવનીએ,જ્યાં પવિત્રભાવે ભક્તિ થાય
નાકોઇ આશા રાખતા થતી ભક્તિએ,નિર્મળતાની ગંગા સ્પર્શી જાય
સ્નેહ મળે જ્યાં દેહને જીવનમાં,જે પરમાત્માની પરમ કૃપાય કહેવાય
સદબુધ્ધીની પાવનકેડીએ જીવતા,મળેલ દેહે જીવનેશાંંન્તિ મળી જાય
.....પાવન જીવનની કેડી મળતા,નિર્મળ જીવન સંગે રાહ પ્રેમની મેળવાય.
જીવને મળેલદેહ એ કરેલ કર્મનાસંબંધ,જગતમાં ના કોઇથીય છટકાય
જન્મમળે જ્યાં માનવદેહનો જીવને,ત્યાં પશુપક્ષી પ્રાણીથી દુર રહેવાય
સમજણનો સંગાથરહે જીવનમાં,પાવનપ્રેમનોસંગ નિર્મળજીવન દઈ જાય
અદભુત લીલા અવિનાશીની અવનીએ,જે પવિત્રપ્રેમના સંબંધે સમજાય
.....પાવન જીવનની કેડી મળતા,નિર્મળ જીવન સંગે રાહ પ્રેમની મેળવાય.
=======================================================

અંતરમાં અજવાળુ


.                     .અંતરમાં અજવાળુ 

તાઃ૭/૭/૨૦૧૭                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવ જીવનની જ્યોત પ્રગટે,જ્યાં નિર્મળ ભક્તિ શ્રધ્ધાએ થાય
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીએ,એજ દેહને પરમશાંન્તિ આપી જાય
……ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
મળેલ  દેહ એ કરેલ કર્મના  બંધન છે,ના  કોઇ જીવથી કદીય છટકાય
યુગનો સમય એ દેહનેજ  સ્પર્શે,જે જીવનમાં થતા કર્મથીજ અનુભવાય
માનવ જીવન એજ કૃપા પ્રભુની,શ્રધ્ધા ભક્તિએ જ અંતરને સ્પર્શી જાય
જીવનેસ્પર્શે કર્મદેહના અવનીએ,સત્કર્મથી અંતરમાં અજવાળુ થઈ જાય
……..ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
પવિત્રકર્મનો સ્પર્શ રહે દેહને,જ્યાં પાવનકૃપા પવિત્ર જીવથી મળી જાય
દેખાવની દુનીયાજ દુર રહે,જ્યાં સંત જલાસાંઇથીજ પવિત્રરાહ મેળવાય
ના  અભિમાનની દોર મળે જીવને,કે ના  દેખાવની ભક્તિ માળા પકડાય
એજ કૃપાપ્રભુની જીવપર,નિર્મળ ભક્તિએ પરમાત્મા આંગણે આવીજાય
…….ના કળીયુગ સ્પર્શે દેહને,કે નામોહમાયાની લાગણી જીવનમાં અથડાય.
===============================================