મળ્યો ભક્તિપ્રેમ


..Related image..
.          .મળ્યો ભક્તિપ્રેમ
તાઃ૮/૭/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો જીવનમાં નિર્મળ ભક્તિપ્રેમ,જ્યાં શ્રી હનુમાનજીની કૃપા થઈ
નિર્મળ ભાવે શ્રી રામનામનુ સ્મરણ કરતા,સીતામાતા આવ્યા અહીં
......એજ કૃપા હનુમાનજીની કહેવાય,જે ભક્તિમાર્ગની રાહ આપી ગઈ.
અજબ શક્તિશાળી છે શ્રીરામના ભક્ત,પાવનરાહે ગદા પકડાઈ ગઈ
સીતામાતાની શોધ કરી અવનીએ,જ્યાં પ્રભુશ્રીરામની કૃપા મળી ગઈ
પવનપુત્રની અજબતાકાત હતી,જેમાતા અંજનીના આશિર્વાદ કહેવાય
રામનામનુ સતત સ્મરણ કરતા,લંકેશ્વર શ્રી રાવણનુ દહનએ કરી જાય
......એજ કૃપા હનુમાનજીની કહેવાય,જે ભક્તિમાર્ગની રાહ આપી ગઈ.
માયા નાસ્પર્શે કાયાને જીવનમાં,જ્યાં નિર્મળભાવે અંતરથી ભક્તિ થાય
ભક્તિભાવે વંદન કરતા,શ્રી રામ ભક્ત હનુમાનજી આંગણે આવી જાય
શ્રીરામ જયરામ જયજલારામ,શ્રીરામ જયરામ જયસાંઇરામની માળાથતાં
મળેલજન્મ માનવીનો જીવને પરમાત્મા કૃપાએ,પાવનરાહના પગલે જાય
......એજ કૃપા હનુમાનજીની કહેવાય,જે ભક્તિમાર્ગની રાહ આપી ગઈ.
=======================================================