પાવન પ્રીત


.           .પાવન પ્રીત

તાઃ૧૪/૭/૨૦૧૭                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમની કેડી જીવનમાં મળતા,પવિત્રરાહ પ્રભુ કૃપાએ મેળવાય
ના રહે કોઇ અપેક્ષા જીવનમાં,કે ના કદી મોહમાયાય સ્પર્શી જાય
.....એજ પવિત્ર રાહ જીવનમાં મળે દેહને,જે થકી મુક્તિ માર્ગ મેળવાય.
નિર્મળજીવન એ સ્પર્શે દેહને,એજ જગતમાં પાવન પ્રીત આપી જાય
મનને મળેલ શાંન્તિએ જીવનમાં,જે સંત જલાસાંઇની કૃપા જ કહેવાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે પાવન રાહે આંગળી ચીંધી જાય
અંતરના અજવાળાને નાકોઇ રોકી શક્યુ,એજ નિર્મળ જીવન કહેવાય
......એજ પવિત્ર રાહ જીવનમાં મળે દેહને,જે થકી મુક્તિ માર્ગ મેળવાય.
રધુપતિ રાઘવરાજારામ પતિ તપાવન સીતારામ,નિર્મળતાએ સ્મરણ થાય
દેહને મળેલ શાંન્તિ જીવનમાં,અજબ શક્તિ શાળીની કૃપા થઈ કહેવાય
નાકોઇ આફતઅડે દેહને જીવનમાં,કેનાકોઇ માગણીની અભિલાષા રખાય
મળેલ દેહને ના સ્પર્શે કોઇ કેડી,એતો પ્રભુની પાવન કૃપા મળી કહેવાય
.....એજ પવિત્ર રાહ જીવનમાં મળે દેહને,જે થકી મુક્તિ માર્ગ મેળવાય.
=======================================================