લાકડીનો સંગ


.      .લાકડીનો સંગ  

તાઃ૧૮/૭/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દેહ મળે જીવને જ્યાં માનવીનો,જીવનમાં સમજણના સંગે જીવાય
ક્યારે જરૂર પડશે દેહને અવનીપર,એ સમયનાસંગે સમજણ થાય
.....મળે જીવનમાં સાથ સંબંધીઓનો,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય.
ઉંમર અડેછે દેહને જે સમય આવતા સમજાય,એ પ્રભુકૃપા કહેવાય
મળેલ દેહને કર્મ સ્પર્શે જીવનમાં,જેને પકડીને માનવ દેહથી ચલાય
પકડી લાકડી હાથમાં માનવીએ,જ્યાં પગનીતકલીફે દેહને મળીજાય
નિરાધારનો એજ આધાર બની જાય,જેને પરમાત્માની કૃપા કહેવાય
.....મળે જીવનમાં સાથ સંબંધીઓનો,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય.
જીવ ભટકે જ્યાં અવનીપર,એને ના કોઇ વ્યક્તિથી કદીય જોવાય
પડે દેહ પર જ્યાં એ જીવની દ્રષ્ટિ,દેહને અનેકરીતે એ સ્પર્શી જાય
હાથમાં લીધેલ લાકડી મદદ કરે દેહને,ના રખડતા જીવથી છટકાય
લાકડીનોસંબંધ ફક્ત દેહથી અવનીએ,એકબીજાના દેહને સ્પર્શીજાય
.....મળે જીવનમાં સાથ સંબંધીઓનો,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય.
=========================================================