વ્હાલા ભઈ


            .વ્હાલા ભઈ

તાઃ૧૯//૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપા લઈ આવ્યા છે વ્હાલા અહીં
બમબમભોલે મહાદેવને હિમાલયથી એ હ્યુસ્ટન લઈને આવ્યા ભઈ
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
નિર્મળ ભાવનાથી એ ભક્તિ કરે છે,ને વિશ્વપિતાનો રાખે છે સંગ
અપેક્ષા મોહને દુર રાખીને જીવનમાં,કલાની પણ કદર કરેછે અહીં
અનેક જીવોનો નિખાલસ પ્રેમ લે,નેસંગે વડીલોના મળે આશિર્વાદ
એવી પાવનરાહના અધિકારી દેહને,પ્રદીપ પણ વંદન કરે છે અહીં
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
કલાની પવિત્ર કેડી પકડીને,અનેક દેહોને કલા આપી રહ્યા છે અહીં
એજ માતા સરસ્વતીની અસીમ  પવિત્રકૃપા,જે કરેલ કર્મથી સહેવાય
લાગણી મોહ કદી ના સ્પર્શે તેમને,એજ પવિત્ર જીવનની રાહ કહેવાય
ભક્તિની પવિત્રકેડી લઈને કલાનીકેડીએ નાટકપણ કરી જાય છે અહીં
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
===========================================================
    હ્યુસ્ટનમાં પરમકૃપાળુ ભોલેનાથની ચીંધેલી રાહે ચાલી પવિત્ર ભક્તિનો માર્ગ
બતાવીને માતા સરસ્વતીની કૃપાએ કલાનીકેડી પકડી અનેક જીવોને પવિત્રમાર્ગ
બતાવી રહેલા શ્રી ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીને પ્રણામ સહિત આ કાવ્ય પવિત્રનાટક
"ગણેશલીલા" નિમીત્તે હ્યુસ્ટનના કલાપ્રેમી તરીકે સપ્રેમ ભેંટ
                      લી પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના અપેક્ષા


.....Image result for .ના અપેક્ષા.....
.     .ના અપેક્ષા 

તાઃ૧૯/૭/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મનો સંબંધ એ દેહને સ્પર્શે,જે જીવને મળેલ દેહથી સમજાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,ના કદી કોઇ અપેક્ષા રખાય
......નિર્મળરાહ એ પાવન કેડી જીવનની.જ્યાં પરમકૃપા મળી જાય.
મળે જીવને સંતાનનો દેહ અવનીએ,જ્યાં માબાપને સંબંધ થાય
ઉજવળ જીવનની રાહમળે,જે વડીલના આશિર્વાદથી મળી જાય
પવિત્રરાહને પારખીને ચાલતા,ના કદીય કોઇ આફત અડી જાય
અનંતકૃપા અવિનાશીની મળે,જે જીવનને પાવન રાહે દોરી જાય
......નિર્મળરાહ એ પાવન કેડી જીવનની.જ્યાં પરમકૃપા મળી જાય.
સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,એ પવિત્રશ્રધ્ધા ભક્તિએ મેળવાય
આશિર્વાદની પવિત્રરાહે જીવને,પવિત્ર કર્મનોસંબંધ પણ થઈ જાય
નિર્મળભક્તિએ જીવન જીવતા,આંગણુ જલાસાંઇ પાવન કરી જાય
અજબ કૃપા છે પરમાત્માની અવનીએ,જીવને અનુભવથી સમજાય
......નિર્મળરાહ એ પાવન કેડી જીવનની.જ્યાં પરમકૃપા મળી જાય.
====================================================