વીર હનુમાન


Image result for વીર હનુમાન
.       .વીર હનુમાન  

તાઃ૨૯/૭/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પરમાત્મા શ્રીરામના,એ પરમશક્તિશાળી ભક્ત છે હનુમાન
અવનીપર આગમન કરીને,અજબશક્તિશાળી રાવણનુ દહન કરી જાય
....અજબપ્રેમ મળ્યો પરમાત્માનો,જે પાવનભક્તિમાર્ગે ભક્તોને એ દોરી જાય.
અયોધ્યામાં અવતાર લીધો પ્રભુએ,જે પુત્ર શ્રીરામના નામથી ઓળખાય
માતાએ પણ દેહ લીધો અવનીપર,એ શ્રીરામના પત્ની સીતાજી કહેવાય
પવિત્રજીવે દેહ લીધો જગત પર,જે શ્રીરામના ભાઈ લક્ષ્મણથી ઓળખાય
માબાપના પ્રેમની પરમકૃપાએ જ,જગતમાં કરેલ કર્મ પાવનકર્મથી સમજાય
....અજબપ્રેમ મળ્યો પરમાત્માનો,જે પાવનભક્તિમાર્ગે ભક્તોને એ દોરી જાય.
શ્રધ્ધા રાખી ભક્તિ કરતા રાવણને,શ્રી ભોલેનાથ અજબશક્તિ આપી જાય
મળેલ શક્તિને પારખી જગતમાં,એ દુશ્કર્મથી જીવનમાં ભટકતો થઈ જાય
માતા સીતાનુ અપહરણ કરી જીવનમાં,શ્રી રામનો એ દોશીત દુશ્મન થાય
પરમભક્તિશાળી શ્રી હનુમાન,શ્રીરામને મદદ કરી રાવણનુ દહન કરી જાય
....અજબપ્રેમ મળ્યો પરમાત્માનો,જે પાવનભક્તિમાર્ગે ભક્તોને એ દોરી જાય.
=========================================================