ધરતીનો ધબકાર


.           .ધરતીનો ધબકાર 

તાઃ૩૦/૭/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ જીવનની રાહ મળે જીવને,એજ ધરતીની પવિત્ર કૃપા કહેવાય
જન્મમરણના બંધન એછે જીવની કેડી,પરમાત્માની કૃપાએજ સમજાય
......પાવનકેડી એ મળે જીવને,જ્યાં દેહથી શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ કરાય.
અવની એતો અજબ શક્તિ છે પરમાત્માની,પવિત્ર જીવોનેજ સમજાય
જીવને મળેલ દેહ અવનીપર,એ પુર્વજન્મના બંધનથી જ મળતો જાય
ધરતીનો ધબકાર સ્પર્શે દેહને,જ્યાં અભિમાનથીજ આફત મળતી જાય
પરમાત્માની કૃપા નિર્મળ ભક્તિએ મળે દેહને,જે શ્રધ્ધાએ જ મેળવાય
......પાવનકેડી એ મળે જીવને,જ્યાં દેહથી શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ કરાય.
મળેલ દેહથી કરેલકર્મ એજ છે જીવના બંધન,નાકોઇ જીવથી છટકાય
કળીયુગ સતયુગ એપરમાત્માની લીલા,સમય સમયથી સમજીને જીવાય
આગમન વિદાય એકેડી છે જીવની,જગતમાં ના કોઇથીય દુર રહેવાય
નર્કસ્વર્ગ એછે કળીયુગની કેડી,જે ધરતી પર થયેલ આગમને સહેવાય
......પાવનકેડી એ મળે જીવને,જ્યાં દેહથી શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ કરાય.
=========================================================