પરમકૃપાળુ


...Image result for પરમકૃપાળુ...
.      .પરમકૃપાળુ 

તાઃ૪/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,સાચી ભક્તિએ અનુભવ થાય
નિર્મળ ભાવના સંગે ભક્તિ કરતા,પરમાત્માની જ કૃપા થઈ જાય
.....અવનીપરનુ આજ સત્ય છે,જે શ્રધ્ધાએ ભક્તિ કરતા જ મળી જાય.
માનવજીવન એ કરેલ પાવન કર્મથી,જીવને અવનીએ લાવી જાય
નિખાલસ ભાવનાએ ભક્તિ કરતા,જીવપર જલાસાંઇની કૃપા થાય
પવિત્ર જીવ એજ આંગળી ચીધે દેહને,જે પવિત્રકર્મને કરાવી જાય
માગણી મોહને દુર રાખતા જીવનમાં,ના આફત કોઇ જ અથડાય
.....અવનીપરનુ આજ સત્ય છે,જે શ્રધ્ધાએ ભક્તિ કરતા જ મળી જાય.
જીવને મળેલ દેહને સમયની સાંકળ,એ સંગે સુખદુઃખ આપી જાય
પરમાત્માનો પ્રેમ મળતા જીવને,નિર્મળભાવનાએ સતકર્મ થઈ જાય
એજ બંધન જીવના અવનીપર,જે જીવને પવિત્ર માર્ગે જ લઈ જાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને,જ્યાં પરમાત્માની પરમકૃપા થઈ જાય
.....અવનીપરનુ આજ સત્ય છે,જે શ્રધ્ધાએ ભક્તિ કરતા જ મળી જાય.
======================================================