પાવનપ્રેમ મળે


.      .પાવનપ્રેમ મળે 

તાઃ૫/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનપ્રેમ મળે પિતા ભોલેનાથનો,જીવને મળેલ જન્મ સફળ કરી જાય
ઉજવળ જીવનની રાહે જીવવા,માતા પાર્વતીનીય કૃપા દ્રષ્ટિ પડી જાય
.....એજ પાવનપ્રેમ પિતાનો મેળવાય,જે દેહને ઉજવળ રાહ આપી જાય.
શ્રાવણ માસના પવિત્ર દીવસોમાં,માતાપિતાના આશીર્વાદ મળી જાય
સંગે શ્રી ગણેશજીની કલમનીકેડીએ,મળેલ દેહનુ ભવિષ્ય સુધરી જાય
એજકૃપા મળેલદેહ પર થતાં,જીવને અંતે નિર્મળ મુક્તિરાહ મળી જાય
શ્રધ્ધાભક્તિએ અર્ચના કરતા શિવલીંગને,આશિર્વાદની વર્ષા થઈ જાય
.....એજ પાવનપ્રેમ પિતાનો મેળવાય,જે દેહને ઉજવળ રાહ આપી જાય.
ૐ ગં ગણપતયે નમઃથી વદન કરતા,સંગે રિધ્ધી સિધ્ધીની કૃપા થાય
પાવનજીવન એ સુખશાંન્તિથી મળે,જ્યાં પિતા ભોલેનાથને વંદન થાય
માતાના મળે આશિર્વાદ સંતાનને,જે દેહને સ્પર્શેલકર્મથી સમજાઈ જાય
અવનીપરના આગમન બંધનછે જીવના,જે પિતાની કૃપાએજ છુટી જાય
.....એજ પાવનપ્રેમ પિતાનો મેળવાય,જે દેહને ઉજવળ રાહ આપી જાય.
=======================================================