અદભુત ચમત્કાર


..Related image...
.      .અદભુત ચમત્કાર  

તાઃ૬/૮/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુત ચમત્કાર છે પરમાત્માનો,અવનીપર અનુભવથી દેહને સમજાય
કુદરતની આલીલા જગતપર,ક્યારે મળેને ક્યારે જાય નાકોઇથી પકડાય
.....પાવનરાહની નિર્મળકેડી જગતમાં મળે,જ્યાં નિર્મળ ભાવનાએજ ભક્તિ થાય.
અબજો જીવોના આગમન દેહથી,જે મળેલ દેહથી અનુભવ થઈ જાય
પશુપક્ષીના દેહ મળતા અવની પર,નિરાધાર જીવનની રાહે જ જીવાય
નાસંબંધ સ્પર્શે દેહને જગતપર,જેને પરમાત્મા કર્મની કેડીએ દઈ જાય
આવનજાવન ના બંધન અડે જીવને,જે દુનીયાપર મળેલ દેહે સમજાય
.....પાવનરાહની નિર્મળકેડી જગતમાં મળે,જ્યાં નિર્મળ ભાવનાએજ ભક્તિ થાય.
દેહ મળતા જીવને સમય સ્પર્શે,જે બાળપણ જુવાની ઘડપણ કહેવાય
ભક્તિમાર્ગની જ્યોત પ્રગટે જીવનમાં,જે માબાપના સંસ્કારથી મેળવાય
કરેલ કર્મના સંબંધ જીવનના બંધન,પરમાત્માની અદભુત કૃપા કહેવાય
મળેલ માનવદેહ અવનીપર જીવને,થયેલ કર્મથીજ જીવને અનુભવ થાય
.....પાવનરાહની નિર્મળકેડી જગતમાં મળે,જ્યાં નિર્મળ ભાવનાએજ ભક્તિ થાય.
============================================================