રાખડી પ્રેમ


...Related image...
.      .રાખડી પ્રેમ
તાઃ૭/૮/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમની રાહ મળે ભાઈને,જ્યાં રક્ષાબંધન નિમીત્તે રાખડી બંધાન
ભાઇના હાથને પકડી લઇ બહેન,પરમ પ્રેમની ગંગાને વહેવડાઈ જાય
.....એવો આતહેવાર વર્ષમાં આવે એકવાર,જે ભાઈબહેનના પ્રેમથી પરખાય.
ધર્મકર્મના સંબંધદેહને જેઅવનીપર મેળવાય,એજ પવિત્રરાહે લઈ જાય
ઉજવળ જીવનની રાહ મળે જીવને,જ્યાં માબાપના પ્રેમની વર્ષા થાય
મળેલ કાયાના સંબંધ એજ કર્મના સ્પર્શ,જીવને મળેલ દેહથી સમજાય
મળે બહેનનો પ્રેમ નિખાલસ ભાઈને,જે સમયના સ્પર્શથીજ મળી જાય
.....એવો આતહેવાર વર્ષમાં આવે એકવાર,જે ભાઈબહેનના પ્રેમથી પરખાય.
અજબપ્રેમ જગતમાં ભાઈ બહેનનો,ના કોઇ દેહથી કદીય દુર રહેવાય
સમયનીરાહ જુએછે ભાઈ અવનીએ,ત્યાં બહેન આવી રાખડી દઈજાય
એજ પવિત્રપ્રેમ છે નિખાલસ જીવનનો,પાવનપ્રેમની ગંગાએ મળી જાય
નિર્મળપ્રેમ ને નિર્મળ સંબંધ છે જીવનો,જે બહેનના હાથથીજ મળીજાય
.....એવો આતહેવાર વર્ષમાં આવે એકવાર,જે ભાઈબહેનના પ્રેમથી પરખાય.
==========================================================