સમયનો સંગાથ


..Image result for . સમયનો સંગાથ..
.     .સમયનો સંગાથ  

તાઃ૮/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દેહને મળે પાવન રાહ અવનીએ,જ્યાં જીવનમાં સમયનો સંગાથ મેળવાય
પવિત્રરાહને પામીને જીવતા દેહને,અનેકનો અનંત નિખાલસપ્રેમ મળીજાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
સમય ના પકડાય કોઇથીય જગતમાં,એ મળેલ દેહને મૃત્યુ સુધી લઈ જાય
આવનજાવન એબંધનછે દેહના અવનીએ,જે કુદરતની અજબકૃપા કહેવાય
કરેલકર્મ એ જીવનનીકેડી જગતપર,એસમયને સમજીને નિર્મળતાએ જીવાય
પાવનપ્રેમની રાહ મળે દેહને,જ્યાં નિખાલસ રાહે પરમાત્માને પ્રાર્થના થાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
નિર્મળ ભાવના એ પવિત્ર રાહ છે જીવની,ના અપેક્ષાનીકેડી કોઇ શોધાય
એજકૃપા સંત જલાસાંઇની પ્રદીપપર,પવિત્રભક્તિની નિર્મળરાહ આપી જાય
નાકોઇ અપેક્ષા રહે જીવનમાં,કે ના કોઇજ મોહમાયાનો સંબંધ પણ થાય
કૃપાએ ના જીવને જન્મની કેડી મળે,જે દેહને અંતે મુક્તિ માર્ગથી સમજાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
===============================================================