મળેલ માન


Image result for સન્માન

.      .મળેલ માન  

તાઃ૯/૮/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમની ગંગા વહેતા જીવનમાં,પરમાત્માની પરમકૃપા થઈ જાય
નાસ્પર્શે દેહને કળીયુગની કેડી,જે મળેલ દેહને સન્માન આપી જાય
.....એજ પાવનરાહ છે દેહની અવનીએ,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
કર્મના બંધન સ્પર્શેદેહને જગતમાં,જે જન્મમરણના બંધનથી સમજાય
માનવદેહ એજ કૃપાછે પરમાત્માની,દેહથી થતા કર્મ વર્તનથી દેખાય
અજબ શક્તિ છે નિર્મળ ભાવે કરેલ ભક્તિની,જે સદમાર્ગે લઈ જાય
સમજણનો સંગાથ એજ પાવનરાહની કેડી,એ પ્રભુકૃપાએજ મેળવાય
.....એજ પાવનરાહ છે દેહની અવનીએ,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
દેખાવની દુનીયા એછે કળીયુગની કેડી,જીવનમાં આફત આપી જાય
મળે અનેક જીવોનોપ્રેમ દેહને જીવનમાં,જ્યાં નિર્મળભાવનાએ જીવાય
ના જીવનમાં કોઇ અપેક્ષારહે,જ્યાં શ્રધ્ધાએ જલાસાંઇની ભક્તિ થાય
મળે જીવનમાં માન અને સન્માન દેહને,જે જીવને મુક્તિમાર્ગ દઈજાય
.....એજ પાવનરાહ છે દેહની અવનીએ,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
========================================================