મા મેલડી


Image result for શક્તિશાળી ભક્ત
.       .મા મેલડી

તાઃ૧૨/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતા મેલડીની પરમ કૃપાએ પ્રદીપને,જીવનમાં અનંત શાંન્તિ મળી જાય
પાવનરાહની પવિત્રકેડીએ જીવતા,સંબધીઓ સંગે સંસારમાં આનંદ થાય
......એજ માતા મેલડીની કૃપા મળે,જ્યાં માડી વલાસણથી હ્યુસ્ટન આવી જાય.
કૃપાની પાવન દ્રષ્ટિ પડતા માતાની,જીવનમાં નાકોઇ જ તકલીફ મેળવાય
ઉજવળ જીવનનીરાહ મળે સંતાનને,ત્યાંજ માતાની કૃપાનો અનુભવ થાય
લાગણી માગણીને દુર રાખીને જીવતાજ,સરળ જીવનનો સાથ મળી જાય
માતા મેલડી છે અજબશક્તિશાળી કૃપાળુ,જેના દર્શને શાંંન્તિની વર્ષાથાય
......એજ માતા મેલડીની કૃપા મળે,જ્યાં માડી વલાસણથી હ્યુસ્ટન આવી જાય.
મળે જીવનમાં અખંડશાંંન્તિ દેહને,જે માતાનીકૃપા જ્યાં શ્રધ્ધાએ પુંજા થાય
માતાનુ આગમન થતાં ઘરનું આંગણુ પવિત્ર થાય,જે અનુભવ આપી જાય
ના જીવનમાં કોઇ જ અશાંંન્તિ આવે,નાકોઇ જ તકલીફ પણ અડી જાય
માતા મેલડીને શ્રધ્ધાએ વંદન કરતા,મારા કુળમાં માતાની કૃપાય થઈ જાય
......એજ માતા મેલડીની કૃપા મળે,જ્યાં માડી વલાસણથી હ્યુસ્ટન આવી જાય.
============================================================

શક્તિશાળી ભક્ત


......Image result for શક્તિશાળી ભક્ત......
.       .શક્તિશાળી ભક્ત

તાઃ૧૨/૮/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બાહુબલી હનુમાન જેના શ્રીરામ છે સુત્રધાર,એવા અજબ શક્તિશાળી ભકતએ કહેવાય
જેની પાવનરાહ ઉત્તમ હતી જીવનમાં,જે થકી રામનીકૃપાએ રાવણનુ દહનએ કરી જાય
.....પિતા પવનદેવની પરમકૃપાએ માતા અંજનીદેવી થકી પાવનદેહ પામી પવિત્રરાહ આપી જાય.
શ્રધ્ધાનોસંગ રાખી જીવનમાં ગદાના સાથે,પરમ પવિત્રદેવના દેહને એશક્તિ આપી જાય
માતાનોદેહ અવનીપર સીતાજીથી ઓળખાય,ભક્તિથીકૃપા મેળવી રાવણ દુષ્કર્મકરી જાય
લંકાપતિ રાજા રાવણ ભોલેનાથની ભક્તિ કરી,રામ પત્ની સીતાજીને જંગલમાં લાવી જાય
અવનીપર શ્રી રામથી સીતાજીને ના શોધાય,ત્યાં ભક્ત શ્રીહનુમાન પાવનરાહે શોધી જાય
.....નિર્મળ ભાવનાએ કરેલ ભક્તિ હનુમાનજીની,પ્રભુ શ્રી રામના ભાઇ લક્ષ્મણનેએ જીવાડી જાય.
ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખં કુરૂફત સ્વાહા,મંત્રનુ સ્મરણ કરી વંદન કરતા પુંજાય
હનુમાનજીની અજબ શક્તિની કૃપા થાય જીવને,જે થકી નાઆફત કે કોઇવ્યાધી અથડાય
પાવનરાહની જ્યોત પ્રગટે જીવનમાં,એ શનિવાર કહેવાય જે હનુમાનજીને રાજી કરી જાય
મળેલ દેહના જીવનમાં ઉજવળ જ્યોત પ્રગટી જાય,જ્યાં નાકોઇ મોહમાયાનો સંબંધ થાય
.....એ અજબકૃપા બજરંગબલી હનુમાનની,જે જોઇ પરમાત્મા શ્રી રામને ખુબ આનંદ થઈ જાય.
========================================================================