કુદરતને સન્માન


.      .કુદરતને સન્માન 

તાઃ૧૩/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને અવનીએ સમજણ મળે,જે અનેકરાહે જીવનમાં મેળવાય
કુદરતની અજબ શક્તિ છે જગતમાં,સમયને સમજતા જીવને અનુભવ થાય
.....પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ જીવન નિર્મળ ભક્તિએ મળી જાય.
સફળતાનો સંગાથ મળે કુદરતકૃપાએ,જે નિર્મળ માનવ જીવનમાં અનુભવાય
સમય જગતમાં ના કોઇથીય પકડાય,કે ના કોઇજ જીવથી દુર પણ રહેવાય
અનેક જીવ અવનીપર આગમન કરે,પશુ પક્ષી પ્રાણી કે માનવદેહથી દેખાય
એજ કૃપા કુદરતની જગતપર દેખાય,જેનાથી પવિત્રરાહ મળતા સન્માન થાય
.....પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ જીવન નિર્મળ ભક્તિએ મળી જાય.
ધર્મના બંધન છે દરેક જીવને અવનીએ,જે થકી જીવથી પાવન ભક્તિ થાય
શ્રધ્ધા રાખીને પુંજન કરતા દેહ પર,નિર્મળભક્તિ રાહે પરમાત્માની કૃપા થાય
મળેલ દેહને પવિત્ર જીવનનો સંગાથ મળે,ના કોઇજ મોહ માયા સ્પર્શી જાય
કરેલ સન્માન કુદરતનુ દેહથી,સંત જલાસાંઇની પ્રેરણા મુક્તિમાર્ગ આપી જાય
.....પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ જીવન નિર્મળ ભક્તિએ મળી જાય.
================================================================