ગીરધર ગોપાલ


Image result for ગીરધર ગોપાલ
.      .ગીરધર ગોપાલ

તાઃ૧૫/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં વ્હાલા ગીરધર ગોપાલા,મા જશોદાના દીકરા થઈ આવ્યા
રાધીકા સંગે એ મોરલી વગાડતા,ગોપીઓના એ વ્હાલાય કહેવાયા
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
પવિત્રપ્રેમની ગંગાને વહેવડાવતા,મથુરામાં અનેકનો પ્રેમ મેળવી જાય
સમયની સાથે ચાલતા જીવનમાં,માની અનંત કૃપાનો લાભ લઈ જાય
વાંસળી વગાડી સ્વર દીધો પ્રેમીઓને,જે વૃદાવનમાંય સંભળાઇ જાય
તાલીઓના તાલને પકડી ચાલતા,ગોપીઓ સંગે એ ગરબે ઘુમી જાય
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
પરમાત્માએ લીધેલદેહ અવનીપર,કૃષ્ણકનૈયા ગીરધર ગોપાલાય કહેવાય
અનેક પવિત્રનામનો સંગ રહેતા,અનેક ગોપીઓના વ્હાલાએ થઈ જાય
દાંડીયા સંગે વાંસળીય વગાડતા,ધરતીના જીવોને પાવનરાહ આપીજાય
પ્રદીપના એવ્હાલા શ્રીકૃષ્ણનો આજે જન્મદીવસ,સૌ ભક્તોથી ઉજવાય
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
=========================================================
Advertisements

સરળજીવન


Related image
.      .સરળ જીવન
તાઃ૧૫/૮/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકેડી મળે આશિર્વાદથી સંતાનને,જ્યાં માબાપનો પ્રેમ મળી જાય
સંસ્કાર સાચવી જીવનજીવતા અવનીએ,કુટુંબનુ સન્માન પણથઈ જાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
કુદરતની લીલા અવનીપર દેહના વર્તને સમજાય,જે કર્મને સંબંધી જાય
મળેજ્યાં માયા દેહને દેખાવની,ત્યાં કળીયુગની કેડી જીવને જકડી જાય
સંબંધ નાસ્પર્શેદેહને જીવનમાં,જ્યાં વર્તનથી મળેલદેહે જીવ દુઃખી થાય
માનવતાની મહેંક ના પ્રસરે જીવની,કુદરતની ના કોઇ જ કૃપા મેળવાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
રામશ્યામની અદભુતછે લીલા અવનીએ,પરમાત્મા દેહ લઈને આવી જાય
અવનીપર દેહ લઈને જીવોને,પાવનરાહ દેવા રાજારાવણનુ દહન કરીજાય
અજબશક્તિધારી દેહને સદમાર્ગ દેવા,શ્રી કૃષ્ણની અદભુતલીલા થઈ જાય
જીવને મળેલદેહ એ કર્મના બંધન,જે અજબ શક્તિશાળીની કૃપા કહેવાય 
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
============================================================

પાવનરાહ


Related image
.       .પાવનરાહ

તાઃ૧૫/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમ કૃપા જગતપર,અનેક જીવોને અનુભવથી સમજાય
 ના માયા સ્પર્શે જીવનમાં જીવને,એજ પાવનરાહ જે જીવથી મેળવાય
 ....મળેલ દેહને નિર્મળ શ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંત શાંંન્તિ આપી જાય.
 અવનીપરના આગમનને સંબંધ કર્મથી,જે જીવને અનેક દેહ દઈ જાય
 લાગણીમોહ જગતમાં જીવને જકડે,અનેક દેહના બંધનથી જકડી જાય
 પાવન રાહ મળે જીવને અવનીએ,જે મળેલ દેહના વર્તનથી જ દેખાય
 શ્રધ્ધારાખી ભક્તિ કરતા કૃપા મળે,જે સંત જલાસાંઇથી માર્ગ મેળવાય
 ....મળેલ દેહને નિર્મળ શ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંત શાંંન્તિ આપી જાય.
 પવિત્ર જીવનની રાહ મળે જે જીવને,એ અનેક જીવોને રાહ આપી જાય
 પાવનકર્મએ નિર્મળ જીવનનેસ્પર્શે,જેથકી જીવનમાં નાઆફત અડીજાય
 કુદરતની આજ અજબ લીલા છે અવનીએ,અબજો વર્ષોથી અનુભવાય
 જન્મમરણ એ સંબંધછે જીવના,કરેલ કર્મના બંધનથી અવનીપર અવાય
 ....મળેલ દેહને નિર્મળ શ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંત શાંંન્તિ આપી જાય.
 ==========================================================

કુદરતને સન્માન


.      .કુદરતને સન્માન 

તાઃ૧૩/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને અવનીએ સમજણ મળે,જે અનેકરાહે જીવનમાં મેળવાય
કુદરતની અજબ શક્તિ છે જગતમાં,સમયને સમજતા જીવને અનુભવ થાય
.....પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ જીવન નિર્મળ ભક્તિએ મળી જાય.
સફળતાનો સંગાથ મળે કુદરતકૃપાએ,જે નિર્મળ માનવ જીવનમાં અનુભવાય
સમય જગતમાં ના કોઇથીય પકડાય,કે ના કોઇજ જીવથી દુર પણ રહેવાય
અનેક જીવ અવનીપર આગમન કરે,પશુ પક્ષી પ્રાણી કે માનવદેહથી દેખાય
એજ કૃપા કુદરતની જગતપર દેખાય,જેનાથી પવિત્રરાહ મળતા સન્માન થાય
.....પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ જીવન નિર્મળ ભક્તિએ મળી જાય.
ધર્મના બંધન છે દરેક જીવને અવનીએ,જે થકી જીવથી પાવન ભક્તિ થાય
શ્રધ્ધા રાખીને પુંજન કરતા દેહ પર,નિર્મળભક્તિ રાહે પરમાત્માની કૃપા થાય
મળેલ દેહને પવિત્ર જીવનનો સંગાથ મળે,ના કોઇજ મોહ માયા સ્પર્શી જાય
કરેલ સન્માન કુદરતનુ દેહથી,સંત જલાસાંઇની પ્રેરણા મુક્તિમાર્ગ આપી જાય
.....પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ જીવન નિર્મળ ભક્તિએ મળી જાય.
================================================================

મા મેલડી


Image result for શક્તિશાળી ભક્ત
.       .મા મેલડી

તાઃ૧૨/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતા મેલડીની પરમ કૃપાએ પ્રદીપને,જીવનમાં અનંત શાંન્તિ મળી જાય
પાવનરાહની પવિત્રકેડીએ જીવતા,સંબધીઓ સંગે સંસારમાં આનંદ થાય
......એજ માતા મેલડીની કૃપા મળે,જ્યાં માડી વલાસણથી હ્યુસ્ટન આવી જાય.
કૃપાની પાવન દ્રષ્ટિ પડતા માતાની,જીવનમાં નાકોઇ જ તકલીફ મેળવાય
ઉજવળ જીવનનીરાહ મળે સંતાનને,ત્યાંજ માતાની કૃપાનો અનુભવ થાય
લાગણી માગણીને દુર રાખીને જીવતાજ,સરળ જીવનનો સાથ મળી જાય
માતા મેલડી છે અજબશક્તિશાળી કૃપાળુ,જેના દર્શને શાંંન્તિની વર્ષાથાય
......એજ માતા મેલડીની કૃપા મળે,જ્યાં માડી વલાસણથી હ્યુસ્ટન આવી જાય.
મળે જીવનમાં અખંડશાંંન્તિ દેહને,જે માતાનીકૃપા જ્યાં શ્રધ્ધાએ પુંજા થાય
માતાનુ આગમન થતાં ઘરનું આંગણુ પવિત્ર થાય,જે અનુભવ આપી જાય
ના જીવનમાં કોઇ જ અશાંંન્તિ આવે,નાકોઇ જ તકલીફ પણ અડી જાય
માતા મેલડીને શ્રધ્ધાએ વંદન કરતા,મારા કુળમાં માતાની કૃપાય થઈ જાય
......એજ માતા મેલડીની કૃપા મળે,જ્યાં માડી વલાસણથી હ્યુસ્ટન આવી જાય.
============================================================

શક્તિશાળી ભક્ત


......Image result for શક્તિશાળી ભક્ત......
.       .શક્તિશાળી ભક્ત

તાઃ૧૨/૮/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બાહુબલી હનુમાન જેના શ્રીરામ છે સુત્રધાર,એવા અજબ શક્તિશાળી ભકતએ કહેવાય
જેની પાવનરાહ ઉત્તમ હતી જીવનમાં,જે થકી રામનીકૃપાએ રાવણનુ દહનએ કરી જાય
.....પિતા પવનદેવની પરમકૃપાએ માતા અંજનીદેવી થકી પાવનદેહ પામી પવિત્રરાહ આપી જાય.
શ્રધ્ધાનોસંગ રાખી જીવનમાં ગદાના સાથે,પરમ પવિત્રદેવના દેહને એશક્તિ આપી જાય
માતાનોદેહ અવનીપર સીતાજીથી ઓળખાય,ભક્તિથીકૃપા મેળવી રાવણ દુષ્કર્મકરી જાય
લંકાપતિ રાજા રાવણ ભોલેનાથની ભક્તિ કરી,રામ પત્ની સીતાજીને જંગલમાં લાવી જાય
અવનીપર શ્રી રામથી સીતાજીને ના શોધાય,ત્યાં ભક્ત શ્રીહનુમાન પાવનરાહે શોધી જાય
.....નિર્મળ ભાવનાએ કરેલ ભક્તિ હનુમાનજીની,પ્રભુ શ્રી રામના ભાઇ લક્ષ્મણનેએ જીવાડી જાય.
ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખં કુરૂફત સ્વાહા,મંત્રનુ સ્મરણ કરી વંદન કરતા પુંજાય
હનુમાનજીની અજબ શક્તિની કૃપા થાય જીવને,જે થકી નાઆફત કે કોઇવ્યાધી અથડાય
પાવનરાહની જ્યોત પ્રગટે જીવનમાં,એ શનિવાર કહેવાય જે હનુમાનજીને રાજી કરી જાય
મળેલ દેહના જીવનમાં ઉજવળ જ્યોત પ્રગટી જાય,જ્યાં નાકોઇ મોહમાયાનો સંબંધ થાય
.....એ અજબકૃપા બજરંગબલી હનુમાનની,જે જોઇ પરમાત્મા શ્રી રામને ખુબ આનંદ થઈ જાય.
========================================================================

શ્રધ્ધા પ્રેમ


.....Image result for નિર્મળ ભક્તિ.....
.       .શ્રધ્ધા પ્રેમ   

તાઃ૧૦/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ થાય
મળેલ કૃપા પરમાત્માની જીવને,એજ પવિત્ર જીવનની રાહ બની જાય
......મળે સંત જલાસાંઇની કૃપા જીવને,જ્યાં ગુરૂવારે પ્રેમથી પુંજન થાય.
માનવજીવનની મહેંક પ્રસરે અવનીએ,જ્યાં કુદરતની જ્યોત પ્રગટીજાય
શ્રધ્ધા સંગે ભક્તિકરતા પ્રભુની,જીવને મળેલ દેહને પણએ સ્પર્શી જાય
કર્મના બંધન તો જીવને જકડે,જે અનેક જીવો થકી દેહને મળતો જાય
નાકોઇ જીવથી છટકાય અવનીએ,જેપવિત્રલીલા અવીનાશીની કહેવાય
......મળે સંત જલાસાંઇની કૃપા જીવને,જ્યાં ગુરૂવારે પ્રેમથી પુંજન થાય.
રામનામની માળા શ્રધ્ધાએ જપતા,પવિત્રરાહે પરમાત્મામાર્ગ આપી જાય
ના જીવનમાં કોઇ અપેક્ષા રહે,કે ના કોઇ મોહમાયા પણ સ્પર્શી જાય
મળેલ દેહ એતો બંધન પુર્વજન્મના,જે જીવ સંબંધથી જ જકડાતો જાય
આવનજાવન એ જ્યોતજીવની,જે પવિત્રશ્રધ્ધાએ જીવને પ્રેમ આપી જાય
......મળે સંત જલાસાંઇની કૃપા જીવને,જ્યાં ગુરૂવારે પ્રેમથી પુંજન થાય.
========================================================