પ્રેમનો સ્પર્શ


.          .પ્રેમનો સ્પર્શ
તાઃ૪/૧/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ દેહનો સંબંધ અનેરો,જીવને અનેક સ્પર્શથી સમજાઈ જાય
નાકળીયુગથી કોઈ જીવ છટકે,જે અવનીપરના આગમનથી દેખાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
પાવનકર્મથી રાહ મળે માનવતાની,જન્મમરણના બંધન આપીજાય
કરેલકર્મ એ દેહનાસંબંધ અવનીએ,જે માબાપાની કૃપાએ મેળવાય
નિર્મળરાહે જીવન જીવતા જીવપર,અનંત નિર્મળપ્રેમની વર્ષા થાય
મળેલપ્રેમનો સ્પર્શ થાય જીવનમાં,જે નિખાલસ જીવન આપી જાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
કર્મના બંધન એતો કુદરતની કેડી,નાકોઇ જીવથી જગતમાં છટકાય
દેહ મળે અવનીપર જીવને,એજ કુદરતની સરળ સમયલીલા કહેવાય
માનવજીવનની મહેંક પ્રસરે મળેલદેહની,જે ભક્તિપ્રેમથી જ મેળવાય
પ્રેમની પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની રાહે જીવાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
======================================================
Advertisements