.શક્તિનો સંગાથ


Related image
.      .શક્તિનો  સંગાથ   

તાઃ૩૦/૪/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમ શક્તિશાળી છે શ્રી ભોલેનાથ,એજ માતા પાર્વતીના ભરથાર
ભારત એ પવિત્ર ભુમી જગતપર,જ્યાં શંકર ભગવાનથી ઓળખાય
.......સોમવારના પવિત્ર દીવસે હિંદુ ધર્મમાં,બમબમ ભોલેનાથ પણ કહેવાય.
અજબ શક્તિશાળી દેહ અવનીએ,જે પવિત્રગંગાને વહેવડાવી જાય
પવિત્ર પત્નીનોપ્રેમ અનેરો જીવનમાં,જગતપર પવિત્રરાહ આપીજાય
પરમશક્તિનો સંગાથ લઈને દેહ લીધો,ને હિમાલયપર વાસ કરીજાય
પાવનરાહની જ્યોત પ્રગટતા જીવનમાં,પરમાત્માથી એજ ઓળખાય
.......સોમવારના પવિત્ર દીવસે હિંદુ ધર્મમાં,બમબમ ભોલેનાથ પણ કહેવાય.
નિર્મળજીવનની રાહ મળે શ્રધ્ધાએ,જ્યાં સાચી શ્રધ્ધાએ ભક્તિ થાય
સોમવારની સવારને પવિત્ર પારખી,શીવલીંગ પર દુધ અર્ચના થાય
માતાનો નિર્મળપ્રેમ જીવનમાં,જે પુત્ર ગણપતી અને કાર્તીક કહેવાય
અનેક જીવોને પાવનરાહ મળી જાય,જ્યાં શ્રધ્ધાએ પુંજાઅર્ચના કરાય
.......સોમવારના પવિત્ર દીવસે હિંદુ ધર્મમાં,બમબમ ભોલેનાથ પણ કહેવાય.

===========================================================

શ્રધ્ધાદીપ


.       .શ્રધ્ધાદીપ     

તાઃ૨૪/૪/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,ત્યાં અનંત સ્નેહની વર્ષા થાય
પાવનરાહની કેડી પકડતા શ્રધ્ધા થતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
.......એજ મળેલ દેહને પાવન કરે,જે મુક્તિમાર્ગની રાહ આપી જાય.
અજબ શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને કર્મથી અડી જાય
કરેલ કર્મ એજ જીવની જ્યોત છે અવનીપર,વાણીવર્તનથી સમજાય
સમયને ના પકડે કોઇ જીવ,દેહ મળતા બાળપણ જુવાની મેળવાય
એ અદભુતલીલા પરમાત્માની,એજ અવનીપર આવનજાવને સમજાય
.......એજ મળેલ દેહને પાવન કરે,જે મુક્તિમાર્ગની રાહ આપી જાય.
પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,અબજો વર્ષોથી સવારસાંજ દઈજાય
અનેક દેહનો સંબંધ છે જીવને,જે કરેલ કર્મનાસંબંધથી દેહ મેળવાય
મળેલ માનવદેહ એ કૃપા જીવપર,જે શ્રધ્ધાએ ભક્તિમાર્ગ આપીજાય
ના માગણી મોહનો સ્પર્શ થાય જીવને,જે જન્મમરણથી દુર લઈજાય 
.......એજ મળેલ દેહને પાવન કરે,જે મુક્તિમાર્ગની રાહ આપી જાય.
=======================================================

સંકેતનો સાથ 


.                                .સંકેતનો સાથ    

 તાઃ૨૦/૪/૨૦૧૮                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળતાનો સંગાથ મળે જીવનમાં,ત્યાં મળેલ જીવન સાર્થક થાય
પવિત્ર પાવનરાહ મળે શ્રધ્ધાએ,જ્યાં સત્કર્મનો સંકેત મળી જાય
……....એ માનવદેહની માનવતા કહેવાય,જીવને પાવનરાહ આપી જાય.
જીવને મળેલ દેહ અવનીપર,જે કર્મના બંધનથી જ જન્મ મેળવાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગત પર,જે પ્રત્યક્ષ દર્શનથી અનુભવાય
સુર્યદેવના પ્રત્યક્ષદર્શન થાય અવનીપર,સવાર અને સાંજ આપીજાય
નિર્મળશ્રધ્ધાએ પુંજન કરતા જીવનમાં,પવિત્રરાહનો સંકેત મળી જાય
......એ માનવદેહની માનવતા કહેવાય,જીવને પાવનરાહ આપી જાય.
કુદરતની કૃપાએ જીવને પાવનરાહ મળે,જે પવિત્રજીવન આપી જાય
ના માગણી ના મોહનો કોઇ સ્પર્શ થાય,જયાં સુર્યદેવની કૃપા થાય
જીવથી થયેલ સત્કર્મથી દેહને,નાકોઇ આફત કે તકલીફ અડી જાય 
સરળ જીવનનીરાહે જીવતા જીવને,અંતે પરમાત્માની કૃપા પ્રેરી જાય
......એ માનવદેહની માનવતા કહેવાય,જીવને પાવનરાહ આપી જાય.
=======================================================

.નિર્મળ શ્રધ્ધા


.          .નિર્મળ શ્રધ્ધા

તાઃ૧૯/૪/૨૦૧૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહને,અવનીપર અનેક બંધન સ્પર્શી જાય
કુદરતની આજ છે અજબલીલા,જે નિર્મળ શ્રધ્ધાએજ સમજાય
.....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય.
કર્મના સંબંધ એ જીવને મળેલ દેહના,જન્મ મરણથીજ દેખાય
માનવદેહ એ પરમાત્માનીજ કૃપા,જે કરેલ કર્મથી સ્પર્શી જાય
પવિત્રરાહે ભક્તિ કરતાજ જીવનમાં,સત્માર્ગનો રાહ મળી જાય
જીવને મળેલ આગમન વિદાયથી,જગતમાં ના કોઇથી છટકાય
.....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય.
પરમકૃપા છે સુર્યનારાયણદેવ જગતમાં,પ્રત્યક્ષ દર્શન આપી જાય
સવાર સાંજનો સંબંધ મળે અવની પર,જે ઉદય અસ્તથી દેખાય
પવિત્ર આંગણુ ઘરનું થાય,જ્યાં સવારમાં સુર્યદેવને અર્ચના થાય
પાવન રાહ મળે જીવને અવનીએ,જ્યાં નિર્મળ ભાવનાએ પુંજાય
.....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય.
====================================================

બાહુબલી બળવાન


 
.      .બાહુબલી બળવાન

તાઃ૧/૪/૨૦૧૮           પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
અનંતકૃપાળુ છે અવનીપર,જે રામ ભક્ત હનુમાનથી ઓળખાય
અજબ શક્તિશાળી ભક્ત હતા,જગતમાં સાચીભક્તિએ સમજાય
....ત્યાં જ પરમાત્માની પરમકૃપા મળે,જ્યાં શ્રધ્ધાએ આરતી વંદન કરાય.
સુર્યદેવના પાવનપુત્ર પવન દેવનાજ એ સંતાન હતા અવનીપર
માતા અંજનીના એ લાડલા દીકરા,શ્રી રામના સંગાથી કહેવાય
પરમપ્રેમ મળ્યો શ્રીરામનો,જ્યાં આકાશે ઉડી લંકા પહોંચી જાય
કળીયુગની અસરમાં જીવતા રાજારાવણ,સીતાજીને ઉઠાવી જાય
....ત્યાં જ પરમાત્માની પરમકૃપા મળે,જ્યાં શ્રધ્ધાએ આરતી વંદન કરાય.
પવિત્રજીવનુ આગમન હતુ અવનીપર,ના આશા કોઇ અડી જાય
અંજનીમાતાની પરમકૃપાએ દેહ મળે,પવનદેવની ઓળખાણ થાય
અજબ શક્તિશાળી રાજા રાવણની,અભિમાને બુધ્ધિ બગડી જાય
અયોધ્યાના રાજા દશરથના પુત્રરામથી,લંકાના રાવણનુ દહન થાય 
....ત્યાં જ પરમાત્માની પરમકૃપા મળે,જ્યાં શ્રધ્ધાએ આરતી વંદન કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++