કેડીની પકડ


.                            .કેડીની પકડ

તાઃ૨૪/૯/૨૦૧૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવદેહ અવનીપર,એ જીવને કર્મનાસંબંધથી મળી જાય
અવનીપર આગમન થતા અનુભવાય,જે થયેલ કર્મથીજ મેળવાય
........એ પરમાત્માની કૃપા અવનીપર,જે માનવદેહને કર્મ આપી જાય.
પવિત્રરાહ મળે જીવને મળેલદેહને,જે નિર્મળ ભક્તિએજ દોરી જાય 
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથીજ ભક્તિ કરાય
મોહમાયાની ચાદરને દુર રાખતાજ,ના આફત કોઇજ કદીય અથડાય
પરમકૃપા મળે મળેલદેહને જીવનમાં,જે પકડેલ પાવનકેડીએ સમજાય
........એ પરમાત્માની કૃપા અવનીપર,જે માનવદેહને કર્મ આપી જાય.
દેહ મળતા જીવને કર્મનીકેડી મળે,જગતપર અનેક કેડીએ ચાલી જાય
સમજણની સાંકળ એ શરીરને અડે,જીવનમાં અનેકમાર્ગ આપી જાય
નિર્મળ ભક્તિ પકડી જીવતા,મળેલદેહ પર સંતજલાસાંઇની કૃપા થાય
જીવને મળેલદેહ પર કુદરતની કૃપા થાય,જે અનંતશાંન્તિ આપી જાય
........એ પરમાત્માની કૃપા અવનીપર,જે માનવદેહને કર્મ આપી જાય.
=========================================================