સિધ્ધીવિનાયક શ્રી ગણેશ


.    .સિધ્ધીવિનાયક શ્રી ગણેશ   
             
તાઃ૨/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિરધનને ધનવાન કરે,ને દે નીહ સંતાનને સમયે સંતાન
પવન પાવન કૃપા વરસે,જ્યાં ગજાનંદ ગણપતિને પુંજાય
.....એજ નિખાલસ ભક્તિ છે,જ્યાં નિર્મળ ભાવનાથી અર્ચના કરાય.
મળે માતા પાર્વતીનો પરમપ્રેમ જીવને,જે કૃપા આપી જાય
ભોલેનાથના લાડલા દીકરા,જગતમાં સિધ્ધીવિનાયક કહેવાય
પવિત્રકર્મની રાહ ચીંધે દેહને,જે જીવને દેહ મળતા સમજાય
દુઃખ હરતા સુખ કરતા જીવનમાં,જે ગૌરીનંદન પણ કહેવાય 
.....એજ નિખાલસ ભક્તિ છે,જ્યાં નિર્મળ ભાવનાથી અર્ચના કરાય.
નિર્મળભાવથી ભક્તિકરતા દેહને,ગણેશજીનીકૃપા મળતી જાય
શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,જીવ પર સત્માર્ગે પ્રેરણા થાય 
સમયના પકડાય જગતમાં કોઇથી,જે શ્રધ્ધા ભક્તિએ સમજાય
અવનીપરનુ આગમન વિદાય જીવનો,જે કર્મબંધને મળી જાય
.....એજ નિખાલસ ભક્તિ છે,જ્યાં નિર્મળ ભાવનાથી અર્ચના કરાય.
====================================================