સુખનો સાગર


.      .સુખનો સાગર 

તાઃ૩/૧૦/૨૦૧૮       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળપ્રેમ મળે પરમાત્માનો દેહને,જ્યાં શ્રધ્ધાભક્તિએ જીવન જીવાય
કુદરતની અપારલીલા છે અવનીપર,એ મળેલદેહને અનુભવે સમજાય
.......પાવનરાહને સમજીને પકડતા,જીવનમાં સુખનો સાગર વહેતો થાય.
અનંતઆનંદની પવિત્ર કૃપામળે પ્રભુની,જ્યાં નિખાલસભાવથી જીવાય 
મોહમાયાને દુર રાખીને જીવતા,મળેલ જીવનમાં સુખશાંંન્તિ મળી જાય
નિર્મળભાવથી ભક્તિ કરતા દેહ પર,પરમાત્માની પરમકૃપાય મળી જાય
ના અપેક્ષા કોઈ રહે ક્યારેય જીવનમાં,એજ સર્જનહારની કૃપા કહેવાય
.......પાવનરાહને સમજીને પકડતા,જીવનમાં સુખનો સાગર વહેતો થાય.
પવિત્રપ્રેમ મળે પરમાત્માનોદેહને,જ્યાં નિખાલસભાવથી પુંજનઅર્ચન થાય
સમયને પારખી ચાલતો માનવદેહ,જીવનમાં નાકોઇ આફતને અથડી જાય
પરમરાહનો સંગ મળે જીવનમાં,જે મળેલ દેહના વર્તનવાણીએ જ દેખાય
સફળતાનો સહવાસ મળે દેહને,એજ જીવને પરમકૃપાના માર્ગે મળી જાય
........પાવનરાહને સમજીને પકડતા,જીવનમાં સુખનો સાગર વહેતો થાય.
==========================================================