કૃપાનો સાગર


.       .કૃપાનો સાગર  

તાઃ૮/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અજબગજબની સાંકળ જગતપર,કુદરતની પાવનકેડી એજ કહેવાય 
મળેલ માનવદેહ અવનીપર જીવને,જે થયેલ કર્મના સંબંધે મેળવાય
........એ પાવનકૃપા પરમાત્માની ધરતીપર,જગતપર ના કોઇથી છટકાય.
અખંડપ્રેમની ગંગા વહે મળેલ દેહ પર,જે અનેક વર્તનથી જ દેખાય
શીતળતાનો સંગાથમળે માનવીને,જ્યાં નિર્મળભાવનાએ ભક્તિ કરાય
સરળ જીવનથી જીવન જીવતા માનવીને,ના આફત કોઇજ અથડાય
આંગણે આવીને મળે પ્રેમની કૃપા,જે પરમાત્માની પાવનરાહ કહેવાય
........એ પાવનકૃપા પરમાત્માની ધરતીપર,જગતપર ના કોઇથી છટકાય.
સાગરને નાઆંબે કોઇ અવનીપર,જેમાં અનેક નદીઓનુ આગમન થાય
પાવનરાહે અર્ચના કરતા દેહ પર,પ્રભુની કૃપાનો સાગર વહેતોથઈ જાય
કર્મનો સ્પર્શ એ દેહના વર્તનથી દેખાય,ના કોઇ દેહથી કદીયદુર જવાય
એ લીલા જગતકર્તા પરમાત્માની,જે અનેકજીવ દેહલઈ માર્ગ બતાવીજાય
........એ પાવનકૃપા પરમાત્માની ધરતીપર,જગતપર ના કોઇથી છટકાય.
==========================================================