વાદળ અપેક્ષાના


.      .વાદળ અપેક્ષાના

તાઃ૧૦/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાં મળે અને ક્યાંથી આવે,કોઇને ક્યારેય સમજ ના આવે જીવનમાં
એતો કુદરતની છે કેડી મળેદેહને,જે સમય સમયના સંગે સમજાઇજાય
.....પાવનરાહ એ પ્રક્રુતીનીકૃપા અવનીએ,જે અનેક જન્મોનાસંબેધ આપી જાય.
નિર્મળરાહ મળે દેહને અવનીપર,જ્યાં પવિત્રરાહે જીવનમાં ભક્તિ થાય
શ્રધ્ધાએ કરેલ ભક્તિ જીવનમાં,અપેક્ષાના વાદળથી દેહને દુર લઈ જાય
પરમાત્માની ચીંધેલ રાહને પારખીને ચાલતા,અનેક આફતો ભાગી જાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે મળેલદેહને પાવનરાહે દોરી જાય
.....પાવનરાહ એ પ્રક્રુતીનીકૃપા અવનીએ,જે અનેક જન્મોનાસંબેધ આપી જાય.
સફળતાનો સંગાથ મળે જીવનમાં,જે દેહને અનંતશાંંન્તિને આપી જાય
મોહમાયાને દુર રાખીને રહેતા ધરતીપર,ના કોઇ અપેક્ષા સ્પર્શી જાય
સંબંધીઓનો સંગાથ મળે જીવનમાં,ના કોઇ જ અપેક્ષાને પણ રખાય
મળેલ માનવદેહ જીવને શાંંન્તિ આપી જાય,જે કર્મબંધન દુર લઈજાય 
.....પાવનરાહ એ પ્રક્રુતીનીકૃપા અવનીએ,જે અનેક જન્મોનાસંબેધ આપી જાય.
============================================================

ના મળે


.                               .ના મળે 

તાઃ૧૦/૧૦/૨૦૧૮       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરના અજવાળા ને અંધકારને,કુદરતની લીલા પ્રસરાવી જાય
જીવનોસંબંધ એ પરમાત્માનીકૃપા,અનંતવર્ષોથી ધરતીને સ્પર્શી જાય
......મળેલ દેહને ના મળે પવિત્રરાહ,જો એ અપેક્ષાના વાદળમાં ફરતો જાય.
થયેલ કર્મ એ જીવને સ્પર્શે અવનીપર,જે મળેલદેહના વર્તને દેખાય
માનવદેહ એ કૃપાપ્રભુની છે,જે દેહને બુધ્ધીની સમજણ આપી જાય
અનેકદેહ અવનીપર દેખાય દેહને,જે જીવને મળેલ દેહ થકી સમજાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પશુ,પક્ષી,પ્રાણીથી બચાવી જાય
......મળેલ દેહને ના મળે પવિત્રરાહ,જો એ અપેક્ષાના વાદળમાં ફરતો જાય.
જન્મ મળેલ જીવના દેહને અવનીએ,થયેલ કર્મનો સંબંધથી પ્રેરી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં માગણીથી એ દુર રહીને જાય
મોહમાયાતો સ્પર્શે જીવનમાં માનવીને,જે મળેલદેહ થકી સમજાઇ જાય
અનંતલીલા છે પરમાત્માની જગતપર,ના કોઇ અપેક્ષા દેહથી મેળવાય
......મળેલ દેહને ના મળે પવિત્રરાહ,જો એ અપેક્ષાના વાદળમાં ફરતો જાય.
=============================================================