આવેલ પ્રેમ


.          .આવેલ પ્રેમ                                       

તાઃ૧૨/૧૦/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આંગણે આવી પ્રેમ મળે જીવનમાં,એજ પરમાત્માની કૃપા કહેવાય
મનથી કરેલ કર્મની પવિત્ર કેડી,જે લાગણીમાગણીને દુર કરી જાય
.....એજ પાવનકૃપા મળે દેહને,જે અનંતશાંન્તિના માર્ગે જીવન દોરી જાય.
નિર્મળભાવના સંગે જીવન જીવતા,ના કોઇ અપેક્ષાના વાદળ વર્ષે
મળેલદેહને પરમકૃપાએ ભક્તિના સંગાથથી,શાંન્તિનો સહવાસમળે
નાકળીયુગની કાતરઅડે દેહને જીવનમાં,કે નાઅભિલાષા અથડાય
મોહમાયાને દુર રાખી શ્રધ્ધાએ ભક્તિ કરતા,પવિત્રકર્મ થઈ જાય
.....એજ પાવનકૃપા મળે દેહને,જે અનંતશાંન્તિના માર્ગે જીવન દોરી જાય.
કર્મની પવિત્રકેડીનો સંગાથમળે જીવનમાં,એ પાવનપ્રેમથી મેળવાય
આગણે આવી પવિત્રપ્રેમ મળતા,એ સુર્યદેવની અર્ચના કરાવી જાય
સરળ જીવનમાં ના કોઇ માગણી અડે,ના અશાંન્તિનો સંગાથ થાય
સુખશાંન્તિનો સાથમળતા જીવનમાં,શ્રધ્ધાથી પરમાત્માની કૃપા થાય 
.....એજ પાવનકૃપા મળે દેહને,જે અનંતશાંન્તિના માર્ગે જીવન દોરી જાય.
==========================================================