કાયાનો મોહ


.      .કાયાનો મોહ 

તાઃ૧૫/૧૦/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

તારી કાયા જોઇ મને માયા લાગી,આજ કુદરતની લીલા કહેવાય
સંગાથની શોધ તો હુ જીવનમાં કરતો હતો,ત્યાં જ તુ મળી ગઈ
......અદભુત પ્રેમ લઇને હુ આવ્યો બારણે,તુ મારા પ્રેમને પારખી લેજે
સરળ જીવનને શોધતો હતો બાળપણથી,પણ કોઇનો સાથ નહીં
કુદરતની કૃપાને પારખવા હુ ભટકતો હતો,અચાનક તુ દેખાઇગઈ
નિર્મળ પ્રેમનો મોહ મને અડકેલો,ના મારાથી કદીય છટકાયુ અહીં
પણ સમયના કોઇથી છટકે જીવનમાં,જ્યાં પરમાત્માનીજ કૃપા થઈ
......અદભુત પ્રેમ લઇને હુ આવ્યો બારણે,તુ મારા પ્રેમને પારખી લેજે
સમયતો ના પકડાય કોઇથી અવનીપર,જે મને સમયે સમજાયુ અહીં
પાવનરાહની કેડી મળી પ્રભુ કૃપાએ,જ્યાં મારાથી નિર્મળ ભક્તિ થઈ
મને હવે જીવનમાં સાથ મળશે તારો,જે મારાદેહને સ્પર્શ કરશે અહીં
સુખ અને શાંંન્તિનો સહવાસ થશે,એજ પવિત્ર સંગાથ આપશે અહીં
......અદભુત પ્રેમ લઇને હુ આવ્યો બારણે,તુ મારા પ્રેમને પારખી લેજે
=======================================================

માગણીનો સંગ


.      .માગણીનો સંગ

તાઃ૧૫/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર કુદરતની કેડીનો સંગાથ મળે,જ્યાં નિર્મળ ભાવથીજ ભક્તિ થાય
મળેલદેહને સફળતાનો સહવાસ મળે,એજીવની માનવતા મહેંકાવી જાય
......એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે દેહને માગણીથી દુર લઈ જાય.
જીવને સંબંધ કરેલ કર્મનો અવનીપર,જે અવનીએ અવતાર આપી જાય
માનવદેહ મળે એ પરમાત્માની છે કૃપા,જે મળેલદેહને સમજણ દઈ જાય
થયેલ કર્મ સ્પર્શે જીવને જે દેહ મળતા સમજાય,ના કોઇથી કદી છટકાય
શીતળતાનો સંગાથ મળે જીવનમાં,જ્યાં ના કોઇ માગણી કે મોહ રખાય
......એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે દેહને માગણીથી દુર લઈ જાય.
કુદરત એ પરમાત્માની પવિત્ર કેડી,જગતપર જીવના સંબંધને સ્પર્શી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે અવનીપર,જે નિર્મળભાવે ભક્તિ આપીજાય
સત્કર્મનો સંબંધ સ્પર્શે દેહને જીવનમાં,જે જીવને અનંત શાંંન્તિ દઈ જાય
જીવને મળેલદેહની માનવતા મહેંકીજાય,અંતે જીવને મુક્તિમાર્ગ મળી જાય
......એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે દેહને માગણીથી દુર લઈ જાય.
===========================================================