ભાગતો રહેજે


      .ભાગતો રહેજે    

તાઃ૧૬/૧૦/૨૦૧૮       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગની કાતરથી બચવાને માટે,જીવનમાં તુ ભાગતો રહેજે
અનેક પ્રસંગો તને જીવનમાં મળશે,દરેક પગલુ સાચવી ભરજે
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
માનવજીવનએ જીવના દેહનાબંધન,અવનીપર આગમને દેખાય
થયેલ કર્મની આછે કેડી દેહ મળતા,દેહને સંબંધી મળતા જાય
પાવનરાહની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ કરાય
મળે કૃપા પરમાત્માની દેહને,જ્યાં શ્રધ્ધાવિશ્વાસથી પુંજન થાય
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
જીવને સંબંધ અનેક દેહથી મળે,જે કરેલ કર્મનાબંધને મેળવાય
પશુપક્ષી એ આધારીત દેહ છે,જગત પર એ નિરાધાર કહેવાય
માનવદેહને સમજણનો સંગાથ મળે,જીવને સમજણ આપી જાય
મળેલદેહે પગલે પગલા સાચવીને ભરે,આફતોથી ભાગતા રહેવાય
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
=======================================================