સમજણ


.        .સમજણ
       
તાઃ૧૯/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમજણનો સંગાથ મળે જીવનમાં,દેહને પાવનરાહ એ આપી જાય
મળેલ માનવદેહને સ્પર્શે કર્મનીકેડી,જે અનુભવનીગંગા વહાવી જાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
દેહ મળે અવનીએ જીવને,જીવના થયેલ કર્મના સંબંધથી મેળવાય
સમય ના પકડાય જગતમાં કોઇદેહથી,પણ સમજણથી એ સચવાય
માનવદેહને સમજણસ્પર્શે જીવનમાં,જયાં સત્કર્મનો સંબંધ મળી જાય
ઉજવળ જીવનની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજન થાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
પ્રેમ નિખાલસ જીવનમાં મળે,જ્યાં કોઇજ અપેક્ષા જીવથી કદી રખાય
સફળતાનો સંગાથ મળે દેહને,જે જીવને પવિત્રકર્મ તરફ એ દોરી જાય
મળે સમજણની નિર્મળકેડી અવનીપર,જે આગમનનોસ્પર્શ આપી જાય
નિર્મળ જીવનની રાહે જીવતા અંતે,જીવને કૃપાએ મુક્તિમાર્ગ મળીજાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
============================================================