પવિત્ર ભક્તિપ્રેમ


.      .પવિત્ર ભક્તિપ્રેમ    

તાઃ૩૧/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની રાહ મળે જીવનમાં,જે દેહને સદકર્મનો સંગાથ આપી જાય
નિર્મળ જીવનમાં નાકોઇ અપેક્ષા અડે,કે ના કદી કોઇ માયા લાગી જાય
......કુદરતની આજ કૃપા છે જીવ પર,જે દેહને પવિત્ર ભક્તિપ્રેમ આપી જાય.
મળેલ જીવનમાં છે કર્મના બંધન,જે અવનીપરના આગમનથી સમજાય
સરળજીવનની રાહ મળે દેહને,જે જીવને સમજણનો સાથ આપી જાય
માનવદેહ છે કૃપા ભગવાનની,મળેલદેહને જીવનમાં પાવનરાહે દોરીજાય 
અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક પવિત્રરૂપ લઈ પ્રગટી જાય
......કુદરતની આજ કૃપા છે જીવ પર,જે દેહને પવિત્ર ભક્તિપ્રેમ આપી જાય.
માનવ દેહને બુધ્ધીનો સંગાથ મળે,જે અનેક રાહે મગજને સમજાઈ જાય
વર્તન એ દેહનીકેડી જીવનમાં,એ ઉંમરનીસાથે સમય પ્રમાણે ચાલી જાય
નિર્મળભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,જીવને સુખશાંંન્તિ મળી જાય
આજ પ્રેમછે પ્રભુનો અવનીપર,અંતે કૃપાએ જીવને મુક્તિમાર્ગે દોરી જાય
......કુદરતની આજ કૃપા છે જીવ પર,જે દેહને પવિત્ર ભક્તિપ્રેમ આપી જાય.

=======================================================