સમજણ

.        .સમજણ
       
તાઃ૧૯/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમજણનો સંગાથ મળે જીવનમાં,દેહને પાવનરાહ એ આપી જાય
મળેલ માનવદેહને સ્પર્શે કર્મનીકેડી,જે અનુભવનીગંગા વહાવી જાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
દેહ મળે અવનીએ જીવને,જીવના થયેલ કર્મના સંબંધથી મેળવાય
સમય ના પકડાય જગતમાં કોઇદેહથી,પણ સમજણથી એ સચવાય
માનવદેહને સમજણસ્પર્શે જીવનમાં,જયાં સત્કર્મનો સંબંધ મળી જાય
ઉજવળ જીવનની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજન થાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
પ્રેમ નિખાલસ જીવનમાં મળે,જ્યાં કોઇજ અપેક્ષા જીવથી કદી રખાય
સફળતાનો સંગાથ મળે દેહને,જે જીવને પવિત્રકર્મ તરફ એ દોરી જાય
મળે સમજણની નિર્મળકેડી અવનીપર,જે આગમનનોસ્પર્શ આપી જાય
નિર્મળ જીવનની રાહે જીવતા અંતે,જીવને કૃપાએ મુક્તિમાર્ગ મળીજાય
......કુદરતની છે આ પાવનકૃપા જગતપર,જીવને પવિત્ર સમજણ આપી જાય.
============================================================
Advertisements

જય માતાજી

Image result for જય માતાજી ફોટા
.        .જય માતાજી    

તાઃ૧૮/૧૦/૨૦૧૮  (આસો વદ-૯)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રદીવસ નવરાત્રીના જીવનમાં,જ્યાં માતાને રાજી કરવા ગરબા ગવાય
નવદીવસ નિર્મળભાવથી પુંજનકરતા,ગુજરાતીઓને પવિત્રજીવન મળીજાય
.....એજ માતાની શ્રધ્ધાભાવથી પુંજન થાય,જ્યાં નિખાલસપ્રેમથી ગરવારાસ રમાય.
પાવનકર્મની રાહમળે જીવનમાં શ્રધ્ધાએ,કુળદેવીમાતાની કૃપામળે માનવીને
પવિત્ર ભાવથી ગરબે ઘુમતા આપણે,દરવાજા ખુલતા માતાના દર્શન થાય
પાવન રાહ મળે કૃપાએ કુળને જીવનમાં,જે કુટુંબને પવિત્રરાહેજ લઈ જાય
મનથીકરેલ પુંજા માતાની નવરાત્રીમાં,અજબશક્તિની કૃપાપણ આપી જાય
.....એજ માતાની શ્રધ્ધાભાવથી પુંજન થાય,જ્યાં નિખાલસપ્રેમથી ગરવારાસ રમાય.
જગતમાં ઘુમતા ગુજરાતીઓને કૃપામળે,જ્યાં નવરાત્રીએ માતાનીભક્તિ થાય
અનેક સ્વરુપ માતાજીના છે ભારતમાં,જે જગતમાં પવિત્રભુમીપણ કરી જાય 
મળેલદેહને કર્મનો સંબંધ છે અવનીપર,શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા કૃપા થાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં જગતપર નવરાત્રીએ માતાનુપુંજનથાય 
.....એજ માતાની શ્રધ્ધાભાવથી પુંજન થાય,જ્યાં નિખાલસપ્રેમથી ગરવારાસ રમાય.
==============================================================

ભાગતો રહેજે

      .ભાગતો રહેજે    

તાઃ૧૬/૧૦/૨૦૧૮       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગની કાતરથી બચવાને માટે,જીવનમાં તુ ભાગતો રહેજે
અનેક પ્રસંગો તને જીવનમાં મળશે,દરેક પગલુ સાચવી ભરજે
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
માનવજીવનએ જીવના દેહનાબંધન,અવનીપર આગમને દેખાય
થયેલ કર્મની આછે કેડી દેહ મળતા,દેહને સંબંધી મળતા જાય
પાવનરાહની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ કરાય
મળે કૃપા પરમાત્માની દેહને,જ્યાં શ્રધ્ધાવિશ્વાસથી પુંજન થાય
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
જીવને સંબંધ અનેક દેહથી મળે,જે કરેલ કર્મનાબંધને મેળવાય
પશુપક્ષી એ આધારીત દેહ છે,જગત પર એ નિરાધાર કહેવાય
માનવદેહને સમજણનો સંગાથ મળે,જીવને સમજણ આપી જાય
મળેલદેહે પગલે પગલા સાચવીને ભરે,આફતોથી ભાગતા રહેવાય
......ત્યાં ના તને કોઇ આફત અડશે,કે ના મોહમાયા કોઇ મળશે.
=======================================================

કાયાનો મોહ

.      .કાયાનો મોહ 

તાઃ૧૫/૧૦/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

તારી કાયા જોઇ મને માયા લાગી,આજ કુદરતની લીલા કહેવાય
સંગાથની શોધ તો હુ જીવનમાં કરતો હતો,ત્યાં જ તુ મળી ગઈ
......અદભુત પ્રેમ લઇને હુ આવ્યો બારણે,તુ મારા પ્રેમને પારખી લેજે
સરળ જીવનને શોધતો હતો બાળપણથી,પણ કોઇનો સાથ નહીં
કુદરતની કૃપાને પારખવા હુ ભટકતો હતો,અચાનક તુ દેખાઇગઈ
નિર્મળ પ્રેમનો મોહ મને અડકેલો,ના મારાથી કદીય છટકાયુ અહીં
પણ સમયના કોઇથી છટકે જીવનમાં,જ્યાં પરમાત્માનીજ કૃપા થઈ
......અદભુત પ્રેમ લઇને હુ આવ્યો બારણે,તુ મારા પ્રેમને પારખી લેજે
સમયતો ના પકડાય કોઇથી અવનીપર,જે મને સમયે સમજાયુ અહીં
પાવનરાહની કેડી મળી પ્રભુ કૃપાએ,જ્યાં મારાથી નિર્મળ ભક્તિ થઈ
મને હવે જીવનમાં સાથ મળશે તારો,જે મારાદેહને સ્પર્શ કરશે અહીં
સુખ અને શાંંન્તિનો સહવાસ થશે,એજ પવિત્ર સંગાથ આપશે અહીં
......અદભુત પ્રેમ લઇને હુ આવ્યો બારણે,તુ મારા પ્રેમને પારખી લેજે
=======================================================

માગણીનો સંગ

.      .માગણીનો સંગ

તાઃ૧૫/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર કુદરતની કેડીનો સંગાથ મળે,જ્યાં નિર્મળ ભાવથીજ ભક્તિ થાય
મળેલદેહને સફળતાનો સહવાસ મળે,એજીવની માનવતા મહેંકાવી જાય
......એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે દેહને માગણીથી દુર લઈ જાય.
જીવને સંબંધ કરેલ કર્મનો અવનીપર,જે અવનીએ અવતાર આપી જાય
માનવદેહ મળે એ પરમાત્માની છે કૃપા,જે મળેલદેહને સમજણ દઈ જાય
થયેલ કર્મ સ્પર્શે જીવને જે દેહ મળતા સમજાય,ના કોઇથી કદી છટકાય
શીતળતાનો સંગાથ મળે જીવનમાં,જ્યાં ના કોઇ માગણી કે મોહ રખાય
......એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે દેહને માગણીથી દુર લઈ જાય.
કુદરત એ પરમાત્માની પવિત્ર કેડી,જગતપર જીવના સંબંધને સ્પર્શી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે અવનીપર,જે નિર્મળભાવે ભક્તિ આપીજાય
સત્કર્મનો સંબંધ સ્પર્શે દેહને જીવનમાં,જે જીવને અનંત શાંંન્તિ દઈ જાય
જીવને મળેલદેહની માનવતા મહેંકીજાય,અંતે જીવને મુક્તિમાર્ગ મળી જાય
......એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે દેહને માગણીથી દુર લઈ જાય.
===========================================================

આવેલ પ્રેમ

.          .આવેલ પ્રેમ                                       

તાઃ૧૨/૧૦/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આંગણે આવી પ્રેમ મળે જીવનમાં,એજ પરમાત્માની કૃપા કહેવાય
મનથી કરેલ કર્મની પવિત્ર કેડી,જે લાગણીમાગણીને દુર કરી જાય
.....એજ પાવનકૃપા મળે દેહને,જે અનંતશાંન્તિના માર્ગે જીવન દોરી જાય.
નિર્મળભાવના સંગે જીવન જીવતા,ના કોઇ અપેક્ષાના વાદળ વર્ષે
મળેલદેહને પરમકૃપાએ ભક્તિના સંગાથથી,શાંન્તિનો સહવાસમળે
નાકળીયુગની કાતરઅડે દેહને જીવનમાં,કે નાઅભિલાષા અથડાય
મોહમાયાને દુર રાખી શ્રધ્ધાએ ભક્તિ કરતા,પવિત્રકર્મ થઈ જાય
.....એજ પાવનકૃપા મળે દેહને,જે અનંતશાંન્તિના માર્ગે જીવન દોરી જાય.
કર્મની પવિત્રકેડીનો સંગાથમળે જીવનમાં,એ પાવનપ્રેમથી મેળવાય
આગણે આવી પવિત્રપ્રેમ મળતા,એ સુર્યદેવની અર્ચના કરાવી જાય
સરળ જીવનમાં ના કોઇ માગણી અડે,ના અશાંન્તિનો સંગાથ થાય
સુખશાંન્તિનો સાથમળતા જીવનમાં,શ્રધ્ધાથી પરમાત્માની કૃપા થાય 
.....એજ પાવનકૃપા મળે દેહને,જે અનંતશાંન્તિના માર્ગે જીવન દોરી જાય.
==========================================================

વાદળ અપેક્ષાના

.      .વાદળ અપેક્ષાના

તાઃ૧૦/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાં મળે અને ક્યાંથી આવે,કોઇને ક્યારેય સમજ ના આવે જીવનમાં
એતો કુદરતની છે કેડી મળેદેહને,જે સમય સમયના સંગે સમજાઇજાય
.....પાવનરાહ એ પ્રક્રુતીનીકૃપા અવનીએ,જે અનેક જન્મોનાસંબેધ આપી જાય.
નિર્મળરાહ મળે દેહને અવનીપર,જ્યાં પવિત્રરાહે જીવનમાં ભક્તિ થાય
શ્રધ્ધાએ કરેલ ભક્તિ જીવનમાં,અપેક્ષાના વાદળથી દેહને દુર લઈ જાય
પરમાત્માની ચીંધેલ રાહને પારખીને ચાલતા,અનેક આફતો ભાગી જાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે મળેલદેહને પાવનરાહે દોરી જાય
.....પાવનરાહ એ પ્રક્રુતીનીકૃપા અવનીએ,જે અનેક જન્મોનાસંબેધ આપી જાય.
સફળતાનો સંગાથ મળે જીવનમાં,જે દેહને અનંતશાંંન્તિને આપી જાય
મોહમાયાને દુર રાખીને રહેતા ધરતીપર,ના કોઇ અપેક્ષા સ્પર્શી જાય
સંબંધીઓનો સંગાથ મળે જીવનમાં,ના કોઇ જ અપેક્ષાને પણ રખાય
મળેલ માનવદેહ જીવને શાંંન્તિ આપી જાય,જે કર્મબંધન દુર લઈજાય 
.....પાવનરાહ એ પ્રક્રુતીનીકૃપા અવનીએ,જે અનેક જન્મોનાસંબેધ આપી જાય.
============================================================