જલાસાંઇનીજ્યોત

.       .જલાસાંઇની જ્યોત    
તાઃ૧/૧૧/૨૦૧૮          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર પાવન દેહ લઈને આવ્યા ભારતમાં,જે પરમાત્માની કૃપા આપી જાય
મળેલ માનવદેહથી જીવોને પવિત્ર ભક્તિથી,પાવનરાહે સુખશાંંન્તિ દઈ જાય
......ગુરૂવારના પવિત્રદિવસે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા,જીવને પાવનકર્મ મળી જાય.
સમય પારખી જીવન જીવતા અવનીપર,મળેલ દેહને અનેક અનુભવો થાય
ઉંમર એજ દેહનોસંબંધ જગતપર,જે અનેકમાર્ગથી મનુષ્યને જીવનમાં દેખાય
સરળજીવનનો સંગાથ મળે,જ્યાં શ્રધ્ધાએ સંતજલાસાંઈની ભક્તિપ્રેમથી થાય
ૐ શ્રી સાંઇનાથાય નમઃ સ્મરતા,સંગે જય જલારામ જય જલારામને સ્મરાય
......ગુરૂવારના પવિત્રદિવસે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા,જીવને પાવનકર્મ મળી જાય.
નિર્મળજીવનની રાહ મળે જલાસાંઇકૃપાએ,જે કળીયુગની કેડીથી દુર લઈ જાય
મોહમાયાનો નાસાથ મળે દેહને જીવનમાં,એજ પરમાત્માની પરમકૃપા કહેવાય
પરમકૃપાએ દેહ લઈ આવ્યા અવનીપર,જે માનવ દેહને પાવનરાહે દોરી જાય
સંસારનો સંગાથલઈ વીરપુરમાં જન્મલીધો,સંગે વીરબાઈ માતા પણ ઓળખાય
......ગુરૂવારના પવિત્રદિવસે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા,જીવને પાવનકર્મ મળી જાય.
=================================================================