સુર્યદેવ કૃપા


.       .સુર્યદેવ કૃપા
તાઃ૨/૧૧/૨૦૧૮          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રી સુર્યદેવ પ્રત્યક્ષદેવ છે અવનીપર,જે લાખો વર્ષોથી દર્શન આપી જાય
જીવને મળેલદેહનો સંબંધછે સમયનો,એ સવારસાંજથી ચાલતો થઈ જાય
......પરમકૃપાળુ સુર્યદેવ છે જગતપર,જે મળેલદેહને પ્રત્યક્ષ દર્શન આપી જાય.
સવાર એ પ્રત્યક્ષ ઉદય છે સુર્યદેવનો,જગતપરના દેહોને કર્મ આપી જાય
ઉજવળરાહની ચીંધે આંગળી દેહને,જે દેહને પવિત્રકર્મથીજ સમજાઈ જાય
અનેકદેહ લીધા છે પરમાત્માએ,જે સમયની સાથે આવનજાવન લઈ જાય
પવિત્રભુમી ભારતછે અવનીપર,જ્યાં દેહલઈ જીવોને ભક્તિરાહઆપી જાય
......પરમકૃપાળુ સુર્યદેવ છે જગતપર,જે મળેલદેહને પ્રત્યક્ષ દર્શન આપી જાય.
સત્કર્મની રાહમળે મળેલ દેહને,જ્યાં પ્રભાતે સુર્યદેવને શ્રધ્ધાએ અર્ચના થાય
ૐ હ્રીંમ સુર્યાય નમઃના સ્મરણથીજ,પરમ કૃપાળુ સુર્યદેવની કૃપા થઈ થાય
સંધ્યાકાળના સમયે દર્શન કરી વંદન કરતા,મળેલ માનવજીવન મહેંકી જાય
સરળતાનો સંગાથ મળે જીવને,જે દેહ મુકતા જીવને મુક્તિમાર્ગ મળી જાય 
......પરમકૃપાળુ સુર્યદેવ છે જગતપર,જે મળેલદેહને પ્રત્યક્ષ દર્શન આપી જાય.
============================================================

જીવનો દેહ


.       .જીવનો દેહ      

તાઃ૨/૧૧/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરના આગમનનો સંબંધ,જીવને અનેકદેહ મળતા અનુભવાય
કર્મનીકેડી એ સંબંધ છે દેહના,જે ગતજન્મથી થયેલ કર્મ દોરી જાય
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
મળેલ માનવ દેહને કર્મની કેડી મળે,જે જીવનમાં કર્મ થતા સમજાય
બીજા અનેકદેહ છે અવનીપર,જેને કદીય ના કોઇ જ સમજણ થાય
અદભુત લીલા અવીનાશીની છે જગત પર,જે સમય સમયે જ દેખાય
માનવજીવનની છે એકજ કેડી,જે નિર્મળજીવન જીવતા અનુભવ થાય
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
નિરાધાર દેહ મળે જીવને જગતપર,જેને પશુપક્ષીપ્રાણીજાનવર કહેવાય
પરમાત્માની આ કેડી કહેવાય,જે થયેલ કર્મના બંધને દેહ આપી જાય 
જીવને મળેલ માનવદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખી ભક્તિ થાય
નિર્મળરાહ મળે પ્રભુની જીવને,જે અનેક સ્વરૂપે ધરતીપર આવી જાય 
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
===========================================================