જન્મની જ્યોત


.       .જન્મની જ્યોત 

તાઃ૨૦/૧૧/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અદભુતલીલા પરમાત્માની અવનીપર,અનેક જીવના આવનજાવનથી દેખાય
દેહનો સંબંધ છે જીવના થયેલ કર્મનો,જે માનવદેહને વધુ સ્પર્શ કરી જાય
......જન્મ મળતા જીવને અવનીપર,સમયનો સંગાથ મળે જન્મની જ્યોત પ્રગટી જાય.
મળેલ માનવદેહને કર્મનીકેડી સ્પર્શે,જે સગાસંબંધીઓનો સંગાથ આપી જાય
જીવનમાં સમયને સમજી ચાલતા,માનવદેહને ના કોઇ અપેક્ષા અડતી જાય
સરળ જીવનનો સંગાથમળે પરમાત્માની કૃપાએ,જે નિર્મળભક્તિએ મેળવાય
ના જીવનમાં કોઇ મોહ અડે,કે ના કોઇ માયા પણ કદીય જીવનમાં રખાય 
......જન્મ મળતા જીવને અવનીપર,સમયનો સંગાથ મળે જન્મની જ્યોત પ્રગટી જાય.
નિખાલસજીવન એ મળેલદેહને માનવતા આપી જાય,જે પવિત્રરાહે દોરીજાય
પાવનરાહની કેડી મળે દેહને,જ્યાં વડીલોના અંતરથી આશીર્વાદ મળી જાય
મનુષ્યદેહની માનવતા પ્રગટે જીવનમાં.જે દેહને સત્કર્મનો સંગાથ આપી જાય
નિર્મળજીવન એકૃપા પરમાત્માની,જે શ્રધ્ધાએ કરેલ ભક્તિથી જીવને પ્રેરીજાય
......જન્મ મળતા જીવને અવનીપર,સમયનો સંગાથ મળે જન્મની જ્યોત પ્રગટી જાય.
=================================================================