શુભ સવાર


.              .શુભ સવાર
તાઃ૨૧/૧૧/૨૦૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ       
આનંદની વર્ષા થાય અંતરમાં,જ્યાં પાવનકર્મનો સંગાથ મળે દેહને જીવનમાં 
અદભુત કૃપા મળે દેહને પરમાત્માની,જે સુખશાંંન્તિનો સંગાથજ આપી જાય
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય.
માનવદેહને સ્પર્શે અવનીપરનો અણસાર,ના કોઇજ દેહથી કદી દુર રહેવાય 
અવનીપરનુ આગમન એછે,ગત જન્મે કરેલ કર્મનો સંગાથજ દેહ આપી જાય 
મળેલ માનવદેહ એજ કુદરતની કૃપા,જે દેહને પાવનકર્મની પ્રેરણા કરી જાય 
સુખદુઃખનો અનુભવ મળે જીવનમાં,એજ માનવદેહને કર્મની કેડી આપી જાય 
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય. 
પ્રભાતમાં સુર્યદેવનુ આગમન થતા,પવિત્ર સવાર મળે જ્યાં દેહથી અર્ચના થાય 
પવિત્ર અજબશક્તિશાળી દેવ સુર્યદેવ જગતપર,જે અબજો વર્ષોથી અનુભવાય 
જીવોને મળેલદેહને સવારસાંજ આપી,કર્મનો સંગાથથી આવનજાવન આપીજાય 
શ્રધ્ધાનો વિશ્વાસ રાખીને કરેલ નિર્મળ ભક્તિ જ,જીવને મુક્તિ માર્ગે પ્રેરી જાય 
....સંત જલાસાંઇની દીધેલ પાવનરાહે જીવન જીવતા,દેહને શુભ સવાર મળી જાય.
================================================================