અદભુત છે લીલા


      .અદભુત છે લીલા

તાઃ૧૦/૧૨/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ છે પરમાત્મા અવનીપર,જીવપર અનંતકૃપાથી વર્ષા કરી જાય
પાવનરાહ મળે જીવને મળેલ દેહને,જે દેહને પાવનકર્મ થતા જ સમજાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે અનેક વર્તનથી દેહનેજ દેખાય
નિર્મળરાહનો સંગમળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવના સંગે પુંજન થાય
અપેક્ષાના વાદળનોસંગ સમયથી ચાલે,જે અજબરાહ પરમાત્માની કહેવાય
જન્મમૃત્યુ એતો સંબંધ છે જીવનો કર્મથી,દેહ મળતા વર્તનથી સ્પર્શી જાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
કુદરતની કેડીને જગતમાં ના કોઇ પારખી શકે,કે ના કોઇ જીવથી છટકાય
અજબ શક્તિશાળી પરમાત્મા અવનીપર,માનવદેહ લઈ પ્રેરણા આપી જાય
શ્રધ્ધાભાવથી નિર્મળભક્તિ કરતા જીવનમાં,દેહને પરમાત્મા સદમાર્ગેલઈ જાય
નામોહ અડે જીવનમાં મળેલ દેહને,જે પાવનકર્મથી જીવને મુક્તિ મળી જાય
......એજ અદભુત લીલા છે અવિનાશીની જગતપર,જે પ્રભુસ્વરૂપ લઈ જાય.
============================================================