ગજાનન ગણેશ


...Image result for ગજાનન ગણેશ...
.      .ગજાનન ગણેશ    
 
તાઃ૧૧/૧૨/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની કેડી સંગે દેહને,જીવનમાં પાવન ભક્તિરાહ મળી જાય
ગજાનન ગણેશની અજબકૃપા અવનીપર,જીવને સદમાર્ગે દોરી જાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
અદભુતલીલા અવનીપર નિર્મળભક્તિએ,પાવનકર્મ જીવનમાં થઈ જાય
મળેલ દેહને જીવનમાં શાંંન્તિ મળી જાય,જ્યાં ગણેશજીને વંદન થાય
માનવદેહને કર્મનીકેડીનો સંબંધ જીવનમાં,દેહના વર્તનવાણીથી દેખાય
નિર્મળભાવથી કરેલ ભક્તિસંગે,જીવને મળેલ દેહ સદમાર્ગે ચાલી જાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
માતાપાર્વતીના વ્હાલાસંતાન ગણેશજી,ૐ ગં ગણપતયે નમઃ થી પુંજાય 
મળેલદેહને પાવનરાહ મળે કૃપાએ,જે જીવનમાં સુખશાંંન્તિ આપી જાય
પિતા ભોલેનાથના લાડીલા સંતાન,કૃપાએ અજબશક્તિશાળી થઈ જાય
રીધ્ધીસીધ્ધીના એ ભરથાર અવનીપર,ગજાનન ગણેશના નામથી પુંજાય
....એવા વ્હાલા ગૌરીનંદન જગતપર,પિતા ભોલેનાથની કૃપાએ સત્કર્મ કરાવી જાય.
==============================================================