ડમરુવાલે ભોલેબાબા


Image result for ભોલેબાબા
.      .ડમરુવાલે ભોલેબાબા
તાઃ૨૪/૧૨/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બમબમ ભોલે મહાદેવ હર,ડમડમ ડમરુવાલે પ્યારે શ્રી ભોલેનાથ
પાર્વતીજીના એ પતિ અવનીપર,અજબશક્તિ જીવોને આપીજાય
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે,પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય. 
પરમ કૃપાળુ ને શક્તિશાળી છે,એ શંકર ભગવાન પણ કહેવાય
માયામોહને દુર રાખીને પુંજતા,પરમકૃપા ભોલેનાથની મળી જાય
ભાગ્યવિધાતા ગજાનંદ ગણપતીના,વ્હાલા પિતા પણ એ કહેવાય
ભક્તિનો સંગાથ મળે જીવનમાં,જીવને એ પાવન રાહે દોરી જાય
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય.
હરહર મહાદેવ હરના પાવનસ્મરણથી,જીવપર શાંંન્તિની વર્ષા થાય
પાવનકર્મનો સંગાથ જીવનમાં મળતા,ના કોઇજ માગણી અડીજાય
મળેલ માનવદેહને સંબંધ છે કરેલકર્મનો,દેહથી થતા કર્મથી દેખાય
નાકોઇ જ દેહથી છટકાય અવનીપર,મળેલ માનવદેહને એસમજાય 
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય.
===========================================================