પાવનકર્મ

       .પાવનકર્મ 

તાઃ૨૧/૧/૨૦૧૯          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સરળ જીવનનો સંગાથ મળે જીવનમાં,જ્યાં પાવનકર્મ સંગે જીવન જીવાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને કૃપાએજ સમજાય
.....એજ કુદરતની કૃપા દેહપર,જે જીવનમાં સત્કર્મના સંગાથે પાવનકર્મ કરાવી જાય.
જીવનો સંબંધ અવનીપર મેળવાય,જે મળેલદેહના થયેલકર્મથી આપી જાય
નિર્મળભાવથી ભક્તિની કેડી પકડીને ચાલતા,પવિત્રકર્મ જીવનમાં થઇ જાય
ના કોઇ અપેક્ષા મનમાં રહે,કે ના જીવનમાં માયાનો કોઇ સ્પર્શ પણ થાય
આવી અવનીપર જીવને કર્મનો સંગાથ મળે,જે રાહથીજ જીવન આપી જાય
.....એજ કુદરતની કૃપા દેહપર,જે જીવનમાં સત્કર્મના સંગાથે પાવનકર્મ કરાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવસંગે હાથથી માળા કરાય
મળેલ દેહની પાવનરાહ દેખાય,જે દેહના પાવનકર્મે જલાસાંઇને વંદન થાય
કુદરતના અનેકપવિત્રદેહ ભારતદેશ પર,જે દુનીયામાં પરમાત્માથી ઓળખાય
પાવનકર્મ ને નિર્મળ ભક્તિ એજ પવિત્રરાહ,જે જીવને મુક્તિમાર્ગે લઈ જાય 
.....એજ કુદરતની કૃપા દેહપર,જે જીવનમાં સત્કર્મના સંગાથે પાવનકર્મ કરાવી જાય.
===============================================================