દોડી આવજો

.       .દોડી આવજો

તાઃ૨૨/૧/૨૦૧૯           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વ્હાલા મારા પ્રેમી બંધુઓ,પારખી લેજો મારો નિખાલસ નિર્મળપ્રેમ
પ્રેમ પારખીને દોડી આવજો,જીવનમાં મળશે સુખશાંંન્તિ સંગે સ્નેહ
.....આંગણે આવી નિર્મળપ્રેમ મેળવજો,સંગે પામજો કૃપા સંત શ્રી જલાસાંઇની.
માયાનો ના સ્પર્શ કદીય મળ્યો મને,કે ના કોઇ અપેક્ષાનો કદી સંગ 
સરળ જીવનની રાહ મળી માતાકૃપાએ,જે કલમની કેડી આપી જાય
મળ્યો મને નિખાલસપ્રેમ કલમપ્રેમીઓનો,હ્યુસ્ટનમાં આનંદ મળી જાય
કુદરતની આજ કૃપા અવનીપર મળી,જ્યાં પ્રેમે પકડીનેજ દોડી જાય
.....આંગણે આવી નિર્મળપ્રેમ મેળવજો,સંગે પામજો કૃપા સંત શ્રી જલાસાંઇની.
પાવનરાહ મળી દેહને અવનીપર,જે નિર્મળ જીવન સંગે સ્પર્શી જાય
ધર્મભક્તિનો સાથ મળ્યો જીવનમાં,જ્યાં પવિત્રજીવો રાહ આપી જાય
કુદરત કળીયુગની અજબલીલાજ અવનીપર,જે સમયસંગે ચાલતી જાય
ના કોઇજ જીવથી છટકાય દેહ મળતા,એજ અજબ શક્તિજ કહેવાય
.....આંગણે આવી નિર્મળપ્રેમ મેળવજો,સંગે પામજો કૃપા સંત શ્રી જલાસાંઇની.
=============================================================